તલાક બિલ / કેબિનેટે ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી, જમ્મુ-કાશમીરમાં બીજા 6 મહીના માટે વધ્યું રાજયપાલ શાસન

Cabinet approval for Triple Settlement Bill, increased governance in Jammu and Kashmir for another 6 months

  • જમ્મૂ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે રહેનાર લોકોની સાથે-સાથે હવે આતંરાષ્ટ્રીય સીમા પર રહેનાર લોકોને પણ રિઝર્વેશનનો લાભ મળશે
  • કેન્દ્રીય મંત્રીમંડળે રિઝર્વેશન માટે 1954ના રાષ્ટ્રપતિ આદેશમાં ફેરફાર કરીને રિઝર્વેશનના પ્રાવધાનમાં ફેરફાર કર્યો છે 

Divyabhaskar.com

Jun 12, 2019, 09:36 PM IST

મુંબઈઃ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય મંત્રીમંડળે જમ્મૂ-કાશમીરમાં છ મહીના માટે રાજયપાલ શાસન વધારવાને મંજૂરી આપી છે. મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકાર સંસદ સત્રમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે જૂના અધ્યાદેશને જ બિલમાં રૂપાંતરિત કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું કે કેબિનેટે જમ્મુ કાશમીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી છે, જેનાથી જમ્મૂ-કાશમીરમાં આતંરાષ્ટ્રીય સીમાની પાસે રહેનાર લોકોને રાહત મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે રિઝર્વેશન માટે ત્યાં 1954ના રાષ્ટ્રપતિ આદેશમાં ફેરફાર કરીને રિઝર્વેશનના પ્રાવધાનમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત જમ્મૂ-કાશમીરમાં નિયંત્રણ રેખાની પાસે રહેનાર લોકોની સાથે-સાથે હવે આંતરાષ્ટ્રીય સીમા પર રહેનાર લોકોને પણ રિઝર્વેશનનો લાભ મળશે. અત્યાર સુધી માત્ર નિયંત્રણ રેખાની પાસે રહેનાર લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ હતી.

આ સિવાય કેન્દ્ર સરકારે આધાર અને અન્ય કાયદા(સંશોધન)બિલ,2019ને મંજૂરી આપી હતી. હવે કોઈ પણ વ્યક્તિને આધાર નંબર ઉપલબ્ધ કરાવવા માટે મજબૂર કરી ન શકાય. ઉલ્લેખનીય છે કે મંત્રીઓને જવાબદારી સોપવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રીપરિષદની પ્રથમ બેઠક બુધવારે થઈ હતી. તેમાં સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.

X
Cabinet approval for Triple Settlement Bill, increased governance in Jammu and Kashmir for another 6 months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી