જાણો આટલું / CAB એટલે શું ? CABના વિરોધ પાછળના કારણો શું છે? જાણો વિસ્તારથી

Divyabhaskar.com

Dec 22, 2019, 10:30 AM IST
મોદી સરકારે નાગરિકતા સંશોધન બિલ એટલે કે CABને બંને સદનમાં પાસ કરી મોટી સફળતા મેળવી છે.રાષ્ટ્રપતિની સહી બાદ હવે આ બિલ કાનૂન બની ગયું છે.જોકે સંસદમાં પાસ થયા બાદ પણ આ કાનૂનને લઈ શરૂ થયેલી ચર્ચા હજુ પણ યથાવત છે.જોકે દેશના પૂર્વાત્તર રાજયો સહિત અનેક રાજયોમાં આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે સામાન્ય લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે આ કાનૂન શું છે ? જેને લઈને આટલો બધો વિરોધ શાં માટે થઈ રહ્યો છે? આ કાનૂન મૂજબ પડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિંદુ,જૈન,બૌદ્ધ,શીખ,પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આમ તો નાગરિકતા સંશોધન કાનૂનની અસર સમગ્ર દેશમાં થશે પણ વિરોધ માત્ર પૂર્વોત્તર રાજયો ાસામ,મેઘાલય,મણિપુર,મિઝોરમ,ત્રિપુરા,નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં વધારે છે.આમ થવા પાછળનું કારણ પડોશી દશો પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બીન મુસલમાન ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવા માટેના નિયમોનાં ઢીલ આપવાની જોગવાઈ છે. આ રાજયોમાં તેનો વિરોધ એ વાતને લઈ કરવામાં આવે છે કે અહીં કથિત રીતે પડોશી દેશ બાંગ્લાદેશથી મુસલમાન અને હિન્દુ મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે આવીને વસવાટ કરે છે.એક આરોપ છે કે વર્તમાન સરકાર હિન્દુ મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાની વેતરણમાં પ્રવાસી હિન્દુઓ માટે ભારતની નાગરિકતાને લઈ અહીં વસવાટ આસાન કરવા ઈચ્છે છે. ગૃહમંત્રી અમિત શાહે 20 નવેમ્બરે સંસદમાં જણાવ્યું હતું ધાર્મિક ઉત્પીડનના કારણે બાંગ્લાદેશ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવનાર હિન્દુ,શીખ,બૌદ્ધ,જૈન,પારસી અને ઈસાઈઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે NRC દ્વારા 19 જૂલાઈ,1948 પછી ભારતમાં પ્રવેશ કરનાર ગેરકાયદે નિવાસીઓની ઓળખ કરી તેમને દેશની બહાર મોકલવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. પૂર્વોત્તરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન છતા નાગરિકતા સંશોધન બિલને લઈ ભાજપ પક્ષ આગળ વધ્યો છે તેનું એક કારણ અહીં 2019ની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા છે.અહીં 25 લોકસભા બેઠકોમાંથી બીજેપી અને તેની સહયોગી પાર્ટીઓને 18 બેઠકો પર જીત મળી હતી.આથી બીજેપીને આશા છે કે હિન્દુ અને બીન મુસ્લીમ પ્રવાસીઓને આસાનીથી નાગરિકતા આપવાના કારણે મોટી સંખ્યામાં હિન્દુઓનું સમર્થન મળશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી