મુંબઈ / મહુવા- બ્રાંદ્રા ટ્રેનના ખખડધજ ડબાઓ બદલવાની જરૂરીયાત, RAC ટિકિટ બાન્દ્રાથી ભાવનગર ટ્રેન ઉપડવાના પૂર્વે વેઈટિંગમાં ફેરવાઈ ગઈ

Divyabhaskar.com

May 08, 2019, 10:42 AM IST
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ટ્રેનમાં બિસ્મારકોચથી મુસાફરોમાં ભારે રોષ
  • તાજેતરમાં રેલ્વે દ્વારા ભાવનગર-બાંદ્રા ટ્રેનનાં ડબ્બા સગવડતા ભર્યા બનાવાયા છે

મુંબઈ:તાજેતરમાં રેલવેતંત્ર દ્વારા ભાવનગર બાંદ્રા ટ્રેનના ડબ્બા બદલી સમગ્ર રેકને ચકાચક કરી છે. તેવા સમયે મહુવા બાંદ્રા ટ્રેનના ડબ્બાઓ બદલી ખખડધજ ડબ્બાઓ મહુવા-બાંદ્રા ટ્રેનમાં જોડતા મુસાફરોમાં ભારે રોષ ઉભો થયો છે. મહુવા-બાંદ્રા ટ્રેન શરૂ કરવામાં આવી ત્યારે નવી બનેલી રેક ચલાવવામાં આવતી હતી. ત્યારે મુસાફરોમાં ભારે સંતોષ હતો. સતત ટ્રાફીક રહેતો હોય તેવી ચિક્કાર જતી ટ્રેનને વધુ સુવિદ્યા આપવાના બદલે મહુવાને અન્યાય કરી રહ્યુ છે. મહુવા-બાંદ્રા ની નવી સુવિદ્યા યુક્ત રેકના ડબ્બા બદલી ખડધજ ડબ્બા મુકી મહુવા, સા.કુંડલા, અમરેલી પંથકના મુસાફરોને રેલ્વે તંત્ર અન્યાય કરી રહ્યુ છે.

ખખડધજ ડબ્બા બદલી નવા ડબ્બા મુકવામાં આવે તેવી માંગ
મહુવા-બાંદ્રા, મહુવા-સુરત-મહુવા અઠવાડિક ટ્રેનો શરૂ થયા બાદ ખાનગી લકઝરી બસોમાં મુસાફરી કરતા મુસાફરો ચકાચક ટ્રેનમાં આરામદાયક મુસાફરી કરવા રેલવે તરફ વળી ગયા બાદ હતા. જેથી કરીને દૈનિક ટ્રેનની માંગણી રેલવે તંત્રએ સંતોષવી ન પડે તેવો બદ ઇરાદો રેલવે તંત્રનો હોવાનો આક્ષેપ મુસાફરોમાં થઇ રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા તાકીદે મહુવા - બાંદ્રા ટ્રેનની રેકના ખખડધજ ડબ્બા બદલી નવા ડબ્બા મુકવામાં આવે તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે.

ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા વેઈટીંગમાં ફેરવાઈ
બાંદ્રાથી ભાવનગર આવતા પેસેન્જરની થર્ડ એસીની આરએસી ટિકિટ ટ્રેન ઊપડવાના ચાર કલાક પહેલાં વેઇટિંગમાં ફરી ગઈ હતી. સદનસીબે પેસેન્જરની વિન્ડો ટિકિટ હોવાથી તેમણે વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી હતી. જો આ ઈ-ટિકિટ હોત તો કન્ફર્મ સીટ મળવાના બદલે ટિકિટ જ કેન્સલ થઈ ગઈ હોત. ચાર્ટ બન્યા પહેલાં મોબાઈલ પર ત્રણેય ટિકિટ આરએસીમાં 11, 12 અને 13 હોવાનો મેસેજ આવ્યો હતો. જો કે, ટ્રેન ઉપડતાં પહેલા ફરી મેસેજ આવ્યો કે, ત્રણેય આરએસી ટિકિટ વેઈટીંગ લિસ્ટમાં છે. અંતે ટિકિટ કેન્સલ ન થતાં તેમણે મુસાફરી કરી હતી.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી