સુવિધા / મુંબઈના ગુજરાતી અને રાજસ્થાની નાગરિકો માટે બાંદરાથી ભગત કી કોઠી સુધીની સમર સ્પેશિયલટ્રેન દોડશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • 2 દિવસ બાંદરાથી ભગત કી કોઠી સુધી સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Divyabhaskar.com

May 02, 2019, 11:59 AM IST

મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રહેતા ગુજરાતી અને રાજસ્થાની નાગરિકો માટે વેકેશન દરમિયાન એક સ્પેશિયલ ટ્રેન દોડવવામાં આવશે. વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને ખાળવા અને સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અઠવાડિયામાં 2 દિવસ બાંદરાથી ભગત કી કોઠી સુધી સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર 04818 બાંદરા ટર્મિનસ-ભગતકી કોઠી દ્રી સાપ્તાહિક વિશેષ ટ્રેન બાંદરા ટર્મિનસથી દર સોમવારે અને ગુરૂવારે 13.05 કલાકે રવાના થશે. આ વિશેષ ટ્રેન આજથી શરૂ થશે અને 30 મે 2019 સુધી દોડશે. ભગતકી કોઠીથી દર રવિવારે અને બુધવારે 15.00 કલાકે ટ્રેન રવાના થશે. આ ટ્રેન બોરીવલી વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ભીલડી, ધાનેરા, રાનીવાડા, મારવાડ, ભીનમાલ, મોડરન, જાલોક, મોકલસર અને સમદડી સ્ટેશનો પર ઉભી રહેશે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી