સુવિધા / રાજકોટ-પુણે STની વોલ્વો ટ્રાફિકના અભાવે હવે વાયા મુલુન્ડ (મુંબઈ) દોડાવાશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • નવી 4 સુપર એક્સપ્રેસ બસ ફાળવી, બોટાદ-અમદાવાદ રૂટ પર દોડાવાશે

Divyabhaskar.com

May 14, 2019, 11:48 AM IST

રાજકોટ:રાજકોટ એસ.ટી ડિવિઝને થોડા સમય પહેલા શરૂ કરેલી રાજકોટ-પુણે વોલ્વોને હજુ યાત્રિકોનો અપેક્ષિત ટ્રાફિક નહીં મળતા હવે આ વોલ્વો વાયા મુલુન્ડ (મુંબઈ) દોડાવાશે. એસ.ટી નિગમ આંતરરાજ્ય બસ સર્વિસ પર યાત્રિકોને 25 ટકા વળતર પણ આપવામાં આવી રહ્યું છે. છતાં ખાનગી બસની સરખામણીએ એસ.ટીની વોલ્વોમાં મુસાફરોનો ટ્રાફિક દેખાતો નથી જેના પગલે એસ.ટી તંત્રે રાજકોટ-પુણે વોલ્વોને જ્યાં ગુજરાતી સમાજ વધુ રહે છે તેવા મુંબઈના મુલુન્ડ થઇને દોડાવવા નિર્ણય કર્યો છે.

એસ.ટી નિગમે વધુ 4 નવી સુપર એક્સપ્રેસ બસ ફાળવી:આ વોલ્વો રાજકોટથી દરરોજ સાંજે 4.10 કલાકે ઉપડશે અને સવારે 7 કલાકે મુલુન્ડ પહોંચાડશે. જ્યારે મુલુન્ડથી સાંજે 7 કલાકે ઉપડશે અને સવારે 9 કલાકે રાજકોટ પહોંચાડશે. આ ઉપરાંત રાજકોટ એસ.ટી ડિવિઝનને એસ.ટી નિગમ દ્વારા વધુ 4 નવી સુપર એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે જે બોટાદ અને અમદાવાદ રૂટ પર દોડાવવામાં આવશે. સાથે સાથે વેકેશનના માહોલમાં રાજકોટ ડિવિઝનની 20 જેટલી એક્સ્ટ્રા બસો જુદા જુદા રૂટ પર દોડી રહી છે અને જરૂર પડ્યે વધુ બસ દોડાવાશે તેવું વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી