મુંબઈ / મીરા રોડ પર મદદ કરવાની લાલચ આપી ગુજરાતી મહિલા સાથે લૂંટ ચલાવી, શખ્સો ફરાર

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • 35 હજાર રૂપિયાની સોનાની ચેન અને મોબાઈલની લૂંટ

Divyabhaskar.com

May 11, 2019, 10:58 AM IST

મુંબઈ:મીરા રોડ પર 2 વ્યક્તિએ કેળા આપીને નવજાત શિશુને માલિશ કરતી ગુજરાતી મહિલા પાસેથી 35 હજાર રૂપિયાની ચેન લૂંટી લેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે મહિલાએ સમગ્ર મામલે નયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. જેથી પોલીસે ફરિયાના આધારે તપાસ હાથ ધરી છે.

2 શખ્સોએ મહિલા પાસેથી સોનાના ચેનની લૂંટ કરી
ઘટનાની વિગત અનુસાર મીરા રોડ પર આવેલાં શાંતિનગરના સેક્ટર નંબર-2માં રહેતી શીલા જયેશ મહેતા નામની મહિલા નાનાં બાળકોને માલિશ કરવાનું કામ કરે છે. દરરોજની જેમ બપોરે બાર વાગ્યાની આસપાસ શીલા પોતાનું કામકાજ પતાવીને ઘરે જઈ રહી હતી. ઘરે જતી વખતે મીરા રોડ સ્ટેશન પાસે આવેલા પરિસરમાં 2 વ્યક્તિ ઉભી હતી અને તેમણે શીલાને કેળા અને 200 રૂપિયા નાખીને એક થેલી આપી હતી. થેલી આપીને તેમને કહ્યું કે, 'અમારા માલિક તમને 1100 રૂપિયા અને કપડાં આપશે. એથી તમે તમારી પાસે રહેલો મોબાઈલ અને શરીર પરના સોનાના દાગીના આ થેલીમાં મૂકી દો.'

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
શીલાએ તેમની વાત પર ભરોસા કર્યો અને તેમણે કહ્યું કે એ રીતે વસ્તુઓ અને મોબાઈલ થેલીમાં મૂકી દીધા હતા. થોડા વખત બાદ શીલાએ થેલી જોઈ તો એમાંથી મોબાઈલ અને 35 હજાર રૂપિયાની સોનાની ચેન નહોતી. તેમજ તે બે વ્યક્તિ પણ ગાયબ થઈ ગઈ હતી. જોકે મહિલાને કંઈ અંદાજ જ ન આવ્યો કે તેની સાથે શું થયું. થેલીમાંથી વસ્તુઓ તો ગાયબ થઈ પણ સાથે તે વ્યક્તિ પણ ગાયબ થઈ ગઈ હતી. પોતાની સાથે છેતરપીંડિ થઈ હોવાનું સમજાતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમરાના આધારે તપાસ શરૂ કરી છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી