છેતરપીંડિ / નવી મુંબઈમાં કચ્છી દલાલે 54 વેપારીઓ સાથે રૂ. 60 લાખની છેતરપીંડિ કરી, દલાલ ફરાર

મુંબઈ APMCની ફાઈલ તસવીર
મુંબઈ APMCની ફાઈલ તસવીર

  • પોલીસ ફરિયાદ બાદ દલાલ ફરાર
  • દલાલ પાસેથી સસ્તામાં માલ ખરીદનાર મલાડના કચ્છી વેપારીની ધરપકડ

Divyabhaskar.com

May 16, 2019, 10:59 AM IST

મુંબઈ:નવી મુંબઈની APMCના વેપારીઓનો વિશ્વાસ કેળવ્યા બાદ તેમની સાથે લગભગ 60 લાખ રૂપિયાની છેતરપીંડિ કરવાના આરોપસર કચ્છના એક દલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ દલાલ પાસેથી સસ્તામાં માલ ખરીદનાર મલાડના એક કચ્છી વેપારીને ધરપકડ કરી છે. નવી મુંબઈમાં કે, ભરત નામની પેઢી ધરાવતો ભરત રતનશી ચાંદ્રા નામનો દલાલ APMCના 54 વેપારી સાથે ઠગાઈ કરીને ફરાર થઈ ગયો છે. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

દુકાનો અને વેપારીઓના નામ બોગસ હોવાનું સામે આવ્યું
મળતી માહિતી અનુસાર ભરત વેપારીઓ સાથે વેપાર લખાવ્યા બાદ અઠવાડિયામાં જ તેનું ચુકવણું કરી દેતો અને રોજબરોજના વેપારમાં વધારો કરાવતો હતો. ફાસ્ટ પેમેન્ટથી APMCના વેપારીઓને વિશ્વાસમાં લેનારો આ દલાલ ધીરે ધીરે અઠવાડિયું બાદમાં 15 દિવસ અને પછી મહિનાની મુદ્દત પાડવા લાગ્યો હતો. તે પછી વેપારીઓના પેમેન્ટ અટકવા લાગતા અને ભરતે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા APMCની અનાજ માર્કેટમાં વેપાર કરતા વિશાલ રતીલાલ શેઠિયાને શંકા ગઈ હતી. તેમણે આરોપી ભરતે કરિયાણાની જે દુકાનોમાં નામ-સરનામા બીલમાં લખાવ્યા હતા. ત્યા તપાસ કરતા બધી દુકાનો અને વેપારીઓના નામ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે મલાડના વેપારીની ધરપકડ કરી
વિશાલે ટ્રાન્સપોર્ટરોના પણ સંપર્ક કરતા તેઓએ જવાબ દેવામાં ઠાગાઠૈયા કર્યા હતા. પરિણામે ભરત ચાંદ્રાએ છેતરપીંડિ કરી હોવાનું જાણાતા તેમણે ગ્રેન રાઈઝ એન્ડ ઓલઈ સીડસ મર્ચન્ટ એસોસિએશનને આ વિશે વાકેફ કર્યું હતું. એસો.એ APMC માર્કેટ ટ્રાન્સપોર્ટ એસો.નો સંપર્ક સાધતા એવુ જાણવા મળ્યું કે, ટ્રાન્સપોર્ટરો આ દલાલ ઉપાડેલો માલ મલાડમાં શ્રી મસાલા એન્ડ ડ્રાયફુડ સ્ટોરમાં આપતા હતા. જેનો માલિક પરેશ લીલાધર ભાનુશાલી હોવાનું તેમણે કહ્યું હતું. જે બાદ અન્ય વેપારીઓને જાણ થઈ હતી કે તેમની સાથે પણ છેતરપીંડિ થઈ છે. હાલ વેપારીઓ સાથે 60 લાખ જેટલા રૂપિયાની છેતરપીંડિ થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે મામલે પોલીસે મલાડના વેપારી પરેશ ભાનુશાલીની ધકપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.

X
મુંબઈ APMCની ફાઈલ તસવીરમુંબઈ APMCની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી