મુશ્કેલી / એરપોર્ટ પર ટેક ઓફ થતા પહેલા જ ઈન્ડિગોની અમદાવાદ-પુણે ફ્લાઈટની બ્રેક ફેલ

Divyabhaskar.com

May 11, 2019, 10:31 AM IST
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  •  પાઈલટની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ

અમદાવાદ:અમદાવાદ એરપોર્ટ પર ટેક ઓફ પહેલા જ ઈન્ડિગોની અમદાવાદ-પુણે ફ્લાઈટની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ફ્લાઈટમાં 100 જેટલા મુસાફરો સવાર હતા. જો કે પાઈલટની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ થયો છે.

ટેક ઓફ થતા પહેલા જ ઈન્ડિગોની ફ્લાઈટની બ્રેક ફેલ
અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ટેક ઓફ પહેલા જ ઈન્ડિગોની એક ફ્લાઈટની બ્રેક ફેલ થઈ ગઈ. ફ્લાઈટમાં 100 જેટલા મુસાફરો સવાર હતા. જો કે પાઈલટની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ થયો છે. પાયલટે બ્રેક ફેલ થવાને કારણે વિમાન રન વે પર જ અટકાવી દીધું. બાદમાં ખૂબ જ ધીમે ધીમે વિમાનને રનવે પરથી હટાવાયું.

બે કલાકના સમારકામ બાદ ફ્લાઈટ પૂણે માટે ટેક ઓફ થઈ
મળતી માહિતી પ્રમાણે ઈન્ડિગોની આ ફ્લાઈટ અમદાવાદથી પૂણે જતી હતી. બે કલાકના સમારકામ બાદ ફ્લાઈટ પૂણે માટે ટેક ઓફ થઈ હતી. ઘટના મંગળવારે ઈન્ડિગોની અમદાવાદ પૂણેની ફ્લાઈટ 6ઈ 361 નંબરની ફ્લાઈટ સાથે બની. બુધવારે સાંજે 4.35 કલાકે જ્યારે ફ્લાઈટ રન વે પર પહોંચી. ત્યારે ફ્લાઈટ ટેક ઓફ માટે ચાલે તે પહેલા જ પાઈલટે બ્રેક ફેલ થવાની માહિતી મુસાફરોને આપી. અનાઉન્સમેન્ટ સાથે જ ફ્લાઈટમાં સવાર 100 જેટલા મુસાફરોના હોશ ઉડી ગયા. પાઈલટે એટીસીને જાણ કરીને ટેક ઓફ અટકાવી દીધું હતું.આખરે ફ્લાઈટને ધીરે ધીરે પાર્કિંગમાં લઈ ટેક્નિશિયનોને તેની માહિતી આપી હતી. બાદમાં તમામ મુસાફરોને ઉતારીને ટર્મિનલમાં લઈ જવાયા અને ટેક્નિશિયનોએ ફ્લાઈટનું રિપેરિંગ કામ હાથ ધર્યું.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી