ચોરી / ભુજ એક્સપ્રેસમાં કચ્છી પરિવારનું સાડા પાંચ લાખના મુદ્દામાલથી ભરેલુ પર્સ ચોરાયું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • રિઝર્વેશન કોચમાંથી રોકડ અને દાગીના ભરેલું પર્સ ચોરાઈ ગયું

Divyabhaskar.com

May 08, 2019, 10:22 AM IST

મુંબઇ:શહેરનાં સાઉથ મુંબઇમાં રહેતો કચ્છી પરીવાર મેરેજ પ્રસંગે દાદરથી કચ્છ ભુજ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતાં. એ સમયે ચોર ટોળકીનો શીકાર બન્યા હતા. સોનાના કિંમતી દાગીના પર્સમાં રાખીને ટ્રેઇનમાં સુઈ જવાનું ભારે પડ્યું હતું. પર્સમાં રાખેલા રોકડ અને દાગીના સહીત 5,36,200ની માલમત્તા સાથેનું પર્સ ચોરાઇ જતા મંગળવારે ગર્વમેન્ટ રેલવે પોલીસ અમદાવાદમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. આ અગાઉ અનેક મુસાફરોના માલમતા ભુજ ઍક્સપ્રેસ ટ્રેઇનમાં ચોરી થવાની ધટના બની હોવા છંતા રેલવે પોલીસ આ મામલે સક્રિય નથી.

કચ્છી પરિવારે દિવ્યભાસ્કર સાથે વાતચિત કરી
ભચાઉ તાલુકાના આધોઇના વતની અને શહેરના લાલબાગ પાસેના કાલાચોકી વિસ્તારમાં રહેતા તેમજ દાદરમાં કિરાણાની દુકાન ધરાવતા 28 વર્ષના હિતેશ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અમે દાદરથી ભુજ જતી ભુજ ઍક્સપ્રેસ ટ્રેનમાં 1 મેના બપોરે 2.50 વાગ્યે દાદરથી મુસાફરી કરી રહ્યા હતા. અમે કુલ 7 જણ સગાવ્હાલા મારા કાકાની દીકરીના મેરેજ પ્રસંગે જઈ રહ્યા હતા. એસ-3 કૉચમાં ચાર સીટમાં મહિલા અને બાળકો અને એસ-12 કૉચમાં ત્રણ સીટમાં પુરૂષો મુસાફરી કરી રહ્યા હતા. અમદાવાદ સ્ટેશન પર ટ્રેઇન આશરે 12 વાગ્યે આવી ત્યારે બાળકો અને મહિલા આઈસક્રિમ ખાઇ રહ્યા હતા. વાઇફ ભાવના પટેલ પાસે એક લાલ રંગના લેડીઝ પર્સમાં કૉચમાં સુતા પહેલા સોનાના દાગીના મુકીને રાતે સુઈ ગયા હતા. તેની પાસે સામાનની બે બેગો પણ હતી. કચ્છના સામખીયાળી સ્ટેશને ટ્રેન વ્હેલી સવારે 4.30 કલાકે આવવાના અડધો કલાક પહેલા અમે જાગીને જોયું તો ભાવના પાસેનું લાલ કલરનું પર્સ હતું નહીં. કોઇ ઈસમ રાતના સમયે જ આ પર્સ ચોરી ગયો હતો.

અમદાવાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
સવાલ એ છે કે રીઝર્વેશનવાળા કોચમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ રીતે મહિલા પાસે કોઇ ટ્રેનમાં કંઇ રીતે આવી શકે. અમે મેરેજ પ્રસંગમાં જવાનું હોવાથી અમે તે સમયે લેખિતમાં ફરિયાદ કરી નહોતી. પરંતુ ટ્રેનના કોચમાં હાજર પોલીસને આ વિશે જણાવેલ. અમે મંગળવારે કચ્છથી પરત અમદાવાદ રેલવે સ્ટેશન પર જઈને જીઆરપીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર સોનાનું પાંચ તોલાનું એક મંગળસુત્ર આશરે કિંમત 1,30,000, એક સોનાનું પેન્ડલ સેટ ત્રણ તોલાનું કિંમત 75,000, એક સોનાનો હાર આઠ તોલાનો કિંમત 2,00,000, બે સોનાની બગડી ત્રણ તોલાની કિંમત 80,000, સોનાની વીંટી નંગ પાંચ જેની કિંમત 50,000 અને રોકડા 1200 રૂપિયા મળી કુલ 5,36,200ની માલમતાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી