મુંબઈ / ICSE બોર્ડની દસમાની પરીક્ષામાં ગુજરાતીઓનો ડંકો, 2 વિદ્યાર્થીઓ દેશમાં પ્રથમ આવ્યા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  •  જુહી કજરિયાને 500માંથી 498 માર્કસ મળ્યા
  •  ફક્ત ત્રણ કલાકના વાંચનથી પણ તમે ઉચ્ચ માર્કસ મેળવવાના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકો છો-માહિ

Divyabhaskar.com

May 08, 2019, 09:53 AM IST

મુંબઈ:આઈસીએસઈ બોર્ડની દસમા અને બારમાની પરીક્ષાનાં પરિણામો મંગળવારે જાહેર થયાં, જેમાં મુંબઈની ગુજરાતી જુહી કજરિયા દસમામાં દેશમાં પ્રથમ આવી છે. આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. આઈસીએસઈ બોર્ડની દસમાની પરીક્ષામાં 98.54 ટકા વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે બારમાનું પરિણામ 96.52 ટકા આવ્યું છે.

ગુજરાતીઓનોડંકો
દસમામાં બે જણ પ્રથમ આવ્યા છે, જેમાં જુહી કજરિયાને 500માંથી 498 માર્કસ મળ્યા છે, જ્યારે લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ, મુક્તસરનો મનહર બંસલ પણ દેશમાં પ્રથમ આવ્યો છે. બીજા ક્રમે 10 જણે 497 માર્કસ મેળવ્યા છે, જેમાં અનુશ્રી ચૌધરી કાંદિવલી પૂર્વની ગુંડેચા એજ્યુકેશન એકેડેમીની વિદ્યાર્થિની છે અને અનુષ્કા સચિન ચૌધરી ચિલ્ડ્રન્સ એકેડેમીની છે. 496 માર્કસ સાથે ત્રણ જણ ત્રીજા ક્રમે આવ્યા છે, જેમાં નાશિકની વિઝડમ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલની દ્રષ્ટિ લલિત અતારડેનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિદ્યાર્થિની માહી શાહે દિવ્ય ભાસ્કર સાથે વાતચિત કરી
મલાડ પૂર્વમાં રહેતી ગુજરાતી વિદ્યાર્થિની માહી સંજય શાહે આઈસીએસઈ બોર્ડની દસમાની પરીક્ષામાં 94.2 ટકા માર્કસ મેળવ્યા છે. રોજ ફક્ત ત્રણ કલાકના નિયમિત વાંચનના માધ્યમથી મંગળવારે જાહેર થયેલા પરિણામમાં 94.2 ટકા સાથે સફળ થઈ છે. માહી શાહે 'દિવ્ય ભાસ્કર'ને કહ્યું હતું કે મને વાંચનનો ભારે શોખ છે. તેથી હું જે પણ વાંચન કરતી તે મને તુરંત યાદ રહી જતું હતું. ફક્ત ત્રણ કલાકના વાંચનથી પણ તમે ઉચ્ચ માર્કસ મેળવવાના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકો છો. મને ગણિત પ્રત્યે વિશેષ લગાવ છે, જેથી મારે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા છે. તે રીતે મેં મારી તૈયારી પણ શરૂ કરી દીધી છે. મંગળવારે જાહેર થયેલા પરિણામમાં માહીને ગણિતમાં 100માંથી 97, કમર્શિયલ સ્ટડીઝમાં 100માંથી 98 અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં 100માંથી 99 માર્કસ મળ્યા છે.

દસમા અને બારમાનાં પરિણામોની ટકાવારીમાં વધારો
આ વખતે આઈસીએસઈનાં દસમા અને બારમાનાં પરિણામોની ટકાવારીમાં સહેજ સુધારણા થઈ છે. દસમાનાં પરિણામમાં ગયા વર્ષની તુલનામાં 0.03 ટકા વધારો થયો છે, જ્યારે બારમાનાં પરિણામમાં 0.31 ટકાનો સુધારો થયો છે. આઈસીએસઈ બોર્ડની દસમાની પરીક્ષામાં મુંબઈની જમનાબાઈ નરશી સ્કૂલની જુહી રૂપેશ કજરિયા 99.60 ટકા સાથે દેશમાં પ્રથમ આવી છે, જ્યારે જુહુની જમનાબાઈ નરસી સ્કૂલની ફોરમ સૌરભ સંજાણવાલા અને અનુશ્રી ચૌધરી, અનુષ્કા અગ્નિહોત્રી અને થાણેના શ્રીમતી સુલોચનાદેવી સિંઘાણિયા સ્કૂલનો યશ જિતેન્દ્ર ભણસાલી દેશમાં સંયુક્ત રીતે બીજા ક્રમે આવ્યા છે. તેમને 99.40 માર્કસ મળ્યા છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી