મુંબઈ / વસઈમાં સોનાની નકલી માળા વેચનાર ગુજરાતી દંપતીની ધરપકડ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • પોલીસે દંપતીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Divyabhaskar.com

May 09, 2019, 12:24 PM IST

મુંબઈ:વસઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટીમ દ્વારા એક ગુજરાતી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. નાલાસોપારમાં રહેતી એક હેર સ્ટાઈલિસ્ટ મહિલાને 67 નકલી સોનાની માળા વેચવાના આરોપસર પોલીસે તેમની ધરપકડ કરી છે. ગુજરાતમાં એક જમીનમાંથી તેમને સોનાની વસ્તુઓ મળી આવી હોવાનું કહીને દંપતીએ મહિલાને ફસાવી હતી.

મહિલાએ ખોટુ બોલી 67 સોનાની માળા વેચી
સમગ્ર બનાવ અંગે માહિતી આપતા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી જિતેન્દ્ર વનકોટીએ જણાવ્યું કે 40 વર્ષનો ભાણા ધાનજી મારવાડી અને તેની 60 વર્ષની પત્ની ગૌરીની અમે ધરપકડ કરી છે. આ દંપતીએ મહિલાને ખોટું બોલીને 67 સોનાની માળા વેચી હતી. દંપતીએ મહિલાને કહ્યું કે ગુજરાતના સાબરકાંઠામાં આવેલી તેમના પૂર્વજોની જમીનમાંથી અમને સોનાની વસ્તુઓ મળી છે. નાલાસોપારાની મહિલાને વાતોમાં લઈને તેનો વિશ્વાસ જીતી લીધો અને મહિલાને માળા ખરીદવાની હામી ભરી હતી. આમ દંપતીને ચતુરાઈથી મહિલાને પહેલા અસલી સોનાની માળા દેખાડી અને અન્ય માળા તેમની પાસે છે તેમ કહ્યું હતું. જેથી મહિલાએ દંપતીને 30 હજાર રૂપિયાની અસલી સોનાની માળા આપી હતી. આ માળા મળ્યા બાદ મહિલાએ તેના ઓળખીતા જ્વેલરને દેખાડી અને માળઆ અસલી હોવાનું જ્વેલરે કહ્યું હતું.

પોલીસે તપાસ શરૂ કરી
પોલીસ અધિકારીઓ વધુ માહિતી આપતા જણાવ્યું કે,'5 મેના દંપતીએ મહિલાને મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર આવેલી એક હોટેલમાં બોલાવી અને સોનાની માળાઓ આપી અને મહિલાએ તેમના પૈસા આપ્યા હતા. મહત્વનું છે કે મહિલાને 3 માળા જ વેરિફિકેશન માટે આપવામાં આવી હતી. જેથી તેને શંકા જતાં માળા જ્વેલરને દેખાડી હતી. એ માળાઓ જ્વેલરે જોતાં આ માળોઓ બ્રોન્ઝની છે અને સોનાની નથી એવુ કહ્યું હતું. આ તપાસ થતાં મહિલાએ પોલીસને જાણ કરી હતી અને બાકીનો માલ ખરીદતી વખેત પોલીસે ટ્રેપ બેસાડ્યો હતો. ત્યારે ભાવતાલ કરતી વખતે પોલીસે દંપતીને પકડી પાડ્યું હતું.' આ દંપતી ચિંચોટીમાં રહેતા હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલમાં વાલિવ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ દંપતીએ આ રીતે ગુજરાતમાં પણ લોકોને ફસાવ્યા છે. જેથી તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી