મુશ્કેલી / ફ્લાઈટની ઓછી ફ્રિક્વન્સીને લીધે રાજકોટથી મુંબઈ, દિલ્હીનું ભાડું બમણું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ભાડું રૂ.20000 સુધી પહોચ્યું
  •  નવી ફ્લાઈટ શરૂ થતાં અને ફ્રિક્વન્સી વધતાં મુસાફરોને રાહત મળશે

Divyabhaskar.com

May 15, 2019, 11:36 AM IST

રાજકોટ:રાજકોટથી મુંબઈ અને દિલ્હીનું ભાડું બમણું થયું છે. મુંબઈ કે દિલ્હી જવા માટે એક દિવસ અગાઉ બુકિંગ કરાવવામાં આવે તો મુસાફરને રૂ. 20000 જેટલું ભાડું ચૂકવવું પડે છે. જેટની ફ્લાઈટ બંધ થતાં હવે એક માત્ર એર ઈન્ડિયા રહી છે. ત્યારે હવે નવી એરવેઝ ગો - ઈન્ડિગોએ રાજકોટમાં નવી ફ્લાઈટ શરૂ કરવા માટે રસ બતાવ્યો છે. નવી ફ્લાઈટ શરૂ થતાં અને ફ્રિક્વન્સી વધતાં મુસાફરોએ પણ ફ્લાઈટનું ઉંચુ ભાડું આપી લૂંટાવું નહીં પડે.

મુંબઈ જતી ફ્લાઈટમાં ત્રણ ગણાથી વધુ ભાડું:રાજકોટમાં જેટ એરવેઝની ફ્લાઈટ બંધ છે તેવા સમયે એક માત્ર એર ઈન્ડિયા એરવેઝની ફ્લાઈટ મુસાફરો માટે સહાયરૂપ બની છે. જોકે આ એરવેઝ કંપનીની મુંબઈ જતી ફ્લાઈટમાં ત્રણ ગણાથી વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. જ્યારે દિલ્હી જતી ફ્લાઈટનું ભાડું પણ એવરેજથી વધુ હોવાનું મુસાફરો કહી રહ્યા છે. એર ઈન્ડિયાની રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ સોમવાર, ગુરુવાર અને શનિવારે સવારે 7 વાગ્યે અને મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 7.30 વાગ્યે પ્રસ્થાન કરે છે. જ્યારે રાજકોટથી મુંબઈની ફ્લાઈટ દરરોજ સાંજે 5.15 વાગ્યે પ્રસ્થાન કરે છે. સામાન્ય વર્ગના મુસાફરો તો ઠીક વેપારીવર્ગને પણ ફ્લાઈટનું ભાડું વધુ લાગે છે.

ગો ઈન્ડિગો એરલાઈને રાજકોટમાં મુંબઈની ફ્લાઈટ શરૂ કરવા તૈયારી બતાવી:રાજકોટમાં જેટ એરવેઝની ફ્લાઈટ હતી ત્યાં મોનોપોલી હતી. જોકે હવે જેટની ફ્લાઈટ પણ નથી ત્યારે પણ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભાડા વધારો છે અને નવી એરલાઈનની ફ્લાઈટ આવતી નથી. જોકે ગ્રેટર ચેમ્બર ઓફ રાજકોટના પ્રમુખ ધનસુખ વોરાએ તમામ એરલાઇનને રાજકોટમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. જેમાંથી ગો ઈન્ડિગો એરલાઈને રાજકોટમાં મુંબઈની ફ્લાઈટ શરૂ કરવા તૈયારી બતાવી હતી. જોકે તેમાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી.

રાજકોટથી મુંબઈ અને દિલ્હી જતી ફ્લાઈટનું ભાડું
તારીખ મુંબઈ દિલ્હી
15/5 -14536 -8299
16/5 -16436 -12919
17/5 -14515 -8929
18/5 -11659 -9769

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી