મુંબઈ / એરફોર્સનું વિમાન ઉડાન ભરતી વખતે રનવે છોડી આગળ નીકળી જતાં દોડધામ, અમદાવાદ-સુરતની ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

Ahmedabad-Surat flight diverted after the air force flight was OUT OF RUN

  • ઘટના બાદ રનવે ને બંધ કરી દેવામાં આવતા 50 વિમાનો પર

Divyabhaskar.com

May 09, 2019, 12:23 PM IST

મુંબઈ:છત્રપતિ શિવાજી એરપોર્ટથી ઉડાન ભરતા સમયે ભારતીય વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ રન વેને પાર કરી ગયું. મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી પ્રમાણે વિમાન મુંબઈથી બેંગાલુરૂના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન માટે જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી. ઘટના બાદ એરપોર્ટના 27 નંબરના રન વેને બંધ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ-સુરતની ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઘટના બાદ રનવે ને બંધ કરી દેવામાં આવતા 50 વિમાનો પર તેની અસર પડી છે. ઘટના બાદ અનેક વિમાનોનો સમય પણ બદલી નાખવામાં આવ્યો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ઈંટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રાત્રે ડીપોર્ટ કરતા સમયે આ ઘટના બની હતી.

X
Ahmedabad-Surat flight diverted after the air force flight was OUT OF RUN
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી