તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રમંત્ર સિદ્ધિથી પૈસાનાં વરસાદને નામે ગુજરાતીઓ સહિત અનેકને ઠગનારા 2 આરોપીની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરત પટેલે બજારમાં ફસાયેલા પૈસા કઢાવવા મહારાજનો સાથ લીધો અને વધુ પૈસા ગુમાવ્યા

મુંબઈ:સિંદુર્ગ જિલ્લાના દયાનંદ અચ્યુચ મોરે ઉર્ફે મહારાજ અને સંતોષ ચવ્હાણે પૈસાનો વરસાદ પાડવાને ગુજરાતીઓ સહિત અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. ચેમ્બુરના આરસીએફ પોલીસે આ બંનેની ધરપકડ કરી છે.

વેપારીઓને તંત્રમંત્ર સિદ્ધિથી પૈસાનો વરસાદ પાડીએ છીએ તેમ કહ્યું હતું
મહારાજ સિંધુદુર્ગ જિલ્લાનો રહેવાસી છે, જ્યારે તેનો સાગરીત નાશિકના સિન્નરનો રહેવાસી છે. બંનેની ઓળખ નાશિકમાં એક વર્ષ પૂર્વે એક તીર્થસ્થળે થઈ હતી. તંત્રમંત્ર સિદ્ધિ પ્રાપ્ત થયાનું કહીને મહારાજે ચવ્હાણને પણ ગુનામાં સાગરીત બનાવી દીધો હતો. બંનેએ પછી નાશિક, મુંબઈ, થાણે ખાતે વેપારીઓને તંત્રમંત્ર સિદ્ધિની મદદથી પૈસાનો વરસાદ પાડીએ છીએ એમ કહીને લાખ્ખોની છેતરપિંડી કરી છે.

અમારો પ્રોજેક્ટ પૈસાનો વરસાદ પાડવાનો છે-આરોપી
મુંબઈમાં ચેમ્બુર ખાતે રહેતા વેપારી ભરતભાઈ પટેલ મહારાજની જાળમાં ફસાયા હતા. પટેલના પૈસા બજારમાં ફસાયેલા છે. તે કઢાવવા માટે મહારાજ પાસે પહોંચી ગયા હતા. મહારાજે પટેલના ઘરમાં પૂજાપાઠ કર્યા હતા. આ પછી વિશ્વાસ સંપાદન કરીને તેમની પાસેથી રૂ. 60,000 પડાવી લીધા હતા. આ પછી એક પ્રોજેક્ટને નામે રોકાણ માટે પટેલ પાસેથી રૂ. 8 લાખ પડાવી લીધા હતા. આ પૈસા બે અઠવાડિયામાં પાછા આપીશ એમ કહ્યું હતું. જોકે તે પછી માગણી કરવા છતાં મહારાજ પૈસા આપતો નહોતો. તે સમયે મહારાજે પ્રોજેક્ટ બતાવવાને નામે પટેલને નાશિકમાં લઈ ગયો હતો અને સંતોષ ચવ્હાણ સાથે મુલાકાત કરાવી હતી. અમારો પ્રોજેક્ટ પૈસાનો વરસાદ પાડવાનો છે એવું સંતોષે જણાવ્યું હતું. જોકે પટેલે પૈસા પાછા આપવાની માંગણી કરી હતી. આ પછી મહારાજ તેની જાત પર ઊતરી આવ્યો હતો. તંત્રમંત્રની મદદથી હવે તને બરબાદ કરી દઈશું, તારું આર્થિક નુકસાન કરીશું એવી ધાકધમકી પટેલને આપવાનું શરૂ કર્યું હતું.

પોલીસે સંતોષની ધરપકડ કરી તપાસ હાથ ધરી
આખરે પટેલે એક સામાજિક કાર્યકર્તાની મદદ લઈને આરસીએફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે પછી બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. સિંધુદુર્ગના નાંદોસમાં 2003માં આ જ રીતે પૈસાનો વરસાદ પાડીએ છીએ એમ કહીને 9 જણની હત્યા કરવામાં આવી હતી. પનવેલમાં પણ 3 જણની હત્યા થઈ હતી. પોલીસે તે કેસમાં સંતોષ ચવ્હાણની ધરપકડ કરી હતી. આરસીએફ પોલીસે પણ સંતોષ ચવ્હાણની ધરપકડ કરી છે તે નાંદોસ કેસ સાથે કોઈ સંબંધ ધરાવે છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. તે સંતોષ ચવ્હાણ મુંબઈના રિક્ષાચાલક હતો. તે કેસમાં સંતોષ સહિત ચારને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો