વિદ્યાર્થિનીએ નાપાસ થતાં અપહરણનું નાટક કર્યું, મુંબઈથી અમદાવાદ સ્ટેશનના CCTV પરથી વિદ્યાર્થિની કબ્જામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મુંબઈથી અમદાવાદ વચ્ચે સ્ટેશન પરનાં સીસીટીવી તપાસતાં વિરારથી મળી

મુંબઈ:17 વર્ષની એસવાયજેસીની અંધેરીના સહાર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીએ પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયા પછી પિતાના ઠપકાથી બચવા માટે પોતાના અપહરણનું નાટક કર્યું હતું. પોલીસે મુંબઈથી અમદાવાદ વચ્ચેના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને 24 કલાકની અંદર વસઈથી વિદ્યાર્થિનીને કબ્જામાં લીધી હતી. જેનું પછી કાઉન્સેલિંગ કરીને માતા- પિતાને હવાલે કરવામાં આવી છે.

સીસીટીવીના આધારે વિદ્યાર્થિની ઝડપાઈ
શનિવારે મોડી રાત્રે આ વિદ્યાર્થિનીને વસઈ રેલવે સ્ટેશન પરથી શોધી કાઢી હતી. વિદ્યાર્થિનીના પિતા મોબાઈલ ડીલર છે. શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેની પુત્રીના મોબાઈલ પરથી તેને ઓડિયો ક્લિપ પ્રાપ્ત થઈ છે અને તે પછી મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે. આ પછી પોલીસે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં તેણે ટ્રેનથી પ્રવાસ કર્યો છે. એ સિદ્ધ થયું હતું.

સીસીટીવી ફૂટેજ પરથી તે અમદાવાદ જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું
એમ ઝોન-8ના ડીપીસી મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું. શુક્રવારે રાત્રે 8.45 વાગ્યે વિદ્યાર્થિની પાડોશમાં ટ્યુશન માટે જાઉં છું એમ કહીને ગઈ હતી, પરંતુ પાછી આવી નહોતી. આ પછી તેણે પિતાને ઓડિયો ક્લિપ મોકલી હતી, જેમાં તેની પુત્રીનું કોઈકે અપહરણ કર્યું છે એવો દેખાવ ઊભો કરવામાં આવ્યો હતો. પોલીસની એક વિશેષ ટીમ તપાસના કામમાં લાગી હતી. વિદ્યાર્થિનીનું છેલ્લું મોબાઈલ લોકેશન દાદર સ્ટેશને મળી આવ્યું હતું, જ્યારે મુંબઈ સેન્ટ્રલમાં સીસીટીવી ફૂટેજ પરથી તે અમદાવાદ જઈ રહી છે એવું જણાયું હતું. આ પછી તેણે પોતે જ પાછી મુંબઈ આવતી ટ્રેન પકડી લીધી હતી, જેને આધારે પોલીસે વસઈ સ્ટેશનથી તેને કબજામાં લીધી હતી, જે પછી કાઉન્સેલિંગ કરીને તેનાં માતા- પિતાને હવાલે કરવામાં આવી છે, એમ સિનિયર પીઆઈ શશીકાંત માનેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...