તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાંથી પાપડ મોકલવાના નામે કુરિયરમાં ગુટકાનો જથ્થો મોકલ્યો, એકની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કુરિયર સર્વિસનો સહારો લઈ આરોપીઓ ગુટકાનો જથ્થો મહારાષ્ટ્ર મોકલતા હતા

મુંબઈ:મહારાષ્ટ્રમાં ગુટકા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં રાજ્યમાં કે મુંબઈ શહેરમાં ગુટકાનો જથ્થો ગુજરાતથી આવતો હોવાનું છેલ્લા ઘણા સમયથી પોલીસે જપ્ત કરેલા ગુટકાના જથ્થા પરથી માલૂમ પડ્યું છે. મુંબઈમાં ગુટકા મોકલવા માટે ગુજરાતના સપ્લાટરોએ ક્યારેક પાપડ તો ક્યારેક અન્ય વસ્તુના નામે ગુટકા મોકલવાનું શરૂ કર્યું હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.  ગુજરાતથી મહારાષ્ટ્રમાં ધુસાડવામાં આવતા ગુટકાને બોર્ડર પર જ જપ્ત કરી લેવામાં આવતો હોવાથી હવે કુરિયર સર્વિસનો સહારો લેવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે 2.38 લાખ રૂપિયાનો ગુટકાનો જથ્થો જપ્ત કર્યો
એક અઠવાડિયા પહેલા જ વિલે પાર્લે પોલીસે 2.38 લાખ રૂપિયાના ગુટકાનો જથ્થો જપ્ત કરીને ડ્રાઈવર મૂસાની ધરપકડ કરતાં તેને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતથી સપ્લાયરો કુરિયર સર્વિસની મદદ લઈ રહ્યા હોવાની માહિતી અમને મળી હતી. પાપડ કે અન્ય વસ્તુની રિસીપ બનાવીને તેઓ આસાનીથી ગુટકાનો જથ્થો મહારાષ્ટ્રમાં ઘુસાડે છે. તેવુ આરોપીએ કબૂલાત આપી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.