રાજકોટ-મુંબઈ વચ્ચે હવાઈ સેવા ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ એરપોર્ટના ડાયરેક્ટર્સને મળી રજૂઆત કરી

રાજકોટ:રાજકોટથી મુંબઈ જવા માટે પૂરતી હવાઇ સુવિધા નહીં હોવાથી વેપારીઓને મુશ્કેલી સહન કરવી પડે છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જો કે, વારંવારની રજૂઆત છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નથી. જેથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ એરપોર્ટના ડાયરેક્ટર્સને મળી ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ સાથે CM રૂપાણી, સાંસદ મોહન કુંડારિયા સહિત એરપોર્ટ ઓથોરિટીને રજૂઆત કરી છે. પૂરતી વિમાની સેવા ન હોવાથી વેપારીઓને દિલ્હી-મુંબઈ જવા માટે છેક અમદાવાદ સુધી લાંબા થવુ઼ પડે છે. ત્યારે રાજકોટ ગ્રેટર ચેમ્બરે સમગ્ર વેપારીઓ વતી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. રાજકોટ ચેમ્બરે મધ્યસ્થી રહી તાત્કાલીક રાજકોટ-મુંબઇ વચ્ચે એરલાઇન્સ સુવિધા પ્રાપ્ત થાય અને મુસાફરોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...