તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • In July, The Lions Of Junagadh Will Be Brought To Mumbai, The Increase In The Number Of Tourists

જુલાઈમાં જૂનાગઢથી સિંહની જોડી મુંબઈ લવાશે, પ્રવાસીઓની સંખ્યામાં વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મુંબઈથી પશુ વૈદ્યકીય અધિકારીઓની ટીમ સિંહોની જોડી લેવા જૂનાગઢ જશે

મુંબઈ:રૂઆબદાર દીપડો અને સાબરની સુંદર જોડી પછી હવે રાણીબાગમાં જંગલનો રાજા અવતરવાનો છે. ગુજરાતના જૂનાગઢ ખાતે સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાંથી સિંહોને મુંબઈના રાણીબાગમાં લાવવાની લાંબા સમયથી જોવાઈ રહેલી વાટનો હવે અંત આવવાનો છે. આ માર્ગમાંથી બધી અડચણો દૂર થઈને આગામી મહિનામાં બાળકોને સિંહની જોડી જોવા મળશે. ભાયખલા સ્થિત પ્રસિદ્ધ વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં થોડાં વર્ષોથી નૂતનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કામ અંતિમ તબક્કામાં હોવાથી હવે નવાં પ્રાણી અહીં લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

સિંહોની જોડીનું હસ્તાંતરણ કરવા રાણીબાગના પ્રસ્તાવને લીલી ઝંડી
ગયા મહિનામાં દીપડો અને સાબરની જોડી રાણીબાગમાં લાવવામાં આવી હતી. દીપડો આક્રમક હોવાથી હાલમાં તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એક મહિનામાં નાગરિકોને તેનાં દર્શન થશે. આ સાથે હવે સિંહની જોડી પણ જુલાઈ મહિનામાં રાણીબાગમાં દાખલ થશે. સેન્ટ્રલ ઝૂ ઓથિરિટીએ હાલમાં જ સિંહોની જોડીનું હસ્તાંતરણ કરવા માટે રાણીબાગના પ્રસ્તાવને લીલી ઝંડી બતાવી હતી.
 
પર્યટકોની સંખ્યા વધી રહી છે
રાણીબાગમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે. હાલમાં તે 10,000 છે. વીકએન્ડમાં 15,000 છે. પેન્ગ્વિન લાવવામાં આવ્યા ત્યારથી વીકએન્ડમાં 30,000 સુધી મુલાકાતીઓની સંખ્યા થાય છે. વ્યક્તિદીઠ રૂ. 50 પ્રવેશ ફી લેવાય છે. પરિવારમાં માતા - પિતા અને બે સંતાન માટે રૂ. 100 લેવાય છે. એપ્રિલ 2018થી તેની આવક રૂ. 7 કરોડ થઈ છે. 5 મે, 2019માં રૂ. 5 લાખની આવક થઈ હતી.