વાડામાં પિકનિક મનાવવા ગયેલી ગુજરાતી યુવતી ડેમમાં તણાઈ ગઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બે યુવાન પણ તણાયા હતા પરંતુ ઝાડને પકડી લેતાં ઊગરી ગયા
  • ડેમની સપાટી અચાનક વધી

મુંબઈ:પાલઘર જિલ્લામાં વાડા ખાતે પિકનિક મનાવવા ગયેલા બોરીવલીના એક મિત્રોના ગ્રુપમાંથી ત્રણ જણ ડેમમાં તણાઈ ગયા હતા, જેમાંથી એક ગુજરાતી યુવતીનું મૃત્યુ થયું હતું, જ્યારે બે યુવાનોએ ઝાડને પકડી લેતાં ઊગરી ગયા હતા.બોરીવલીમાં રહેતી 21 વર્ષીય ટ્વિન્કલ ઉપેન્દ્ર શાહ તેના ફ્રેન્ડ્સ સાથેપાલઘર જિલ્લાના વાડા તાલુકામાં કોહજ કિલ્લા ખાતે પિકનિક મનાવવા ગયાં હતાં.

 ટ્વિન્કલનું ડૂબી જવાથી મૃત્યુ થયું
અહીં શેલટે ડેમ આવેલો છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને લીધે આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ મોજ લેવા માટે આવે છે. આ જ રીતે ટ્વિન્કલ અને તેના ફ્રેન્ડ્સ પણ આવ્યા હતા. સોમવારે સાંજે 6.30 વાગ્યે ટ્વિન્કલ અને બે યુવાન ડેમના પાણીની સપાટીમાં અચાનક વધારો થતાં તે ધસમસતાં પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેમાંથી બે યુવાનો ઊગરી ગયા હતા, પરંતુ ટ્વિન્કલનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. મંગળવારે સવારે વાડા ગ્રામીણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.