તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઈ કામદારોની સમસ્યા પગની નહીં, પેટની: શિવસેના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડિજિટલ ઈંડિયામાં આ પગ ધોવાનું ક્યાંથી આવ્યું? શિવસેનાનો સવાલ

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પછી કુંભમેળામાં સ્નાન કરનારા તેઓ દ્વિતિય વડાપ્રધાન બન્યા. એ પછી નરેન્દ્ર મોદીએ સફાઈ કામદારોના પગ ધોઈને તેમનો સત્કાર કર્યો. આ બાબતે શિવસેનાએ સામનાના અગ્રલેખ થકી નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને સફાઈ કામદારોના પગ ધોયા એ માટે તેમને અભિનંદન પણ આ કામદારોની સમસ્યા પગની નહીં, પેટની છે. ડિજિટલ ઈંડિયામાં આ પગ ધોવાનું ક્યાંથી આવ્યું? એવો સવાલ શિવસેનાએ કર્યો હતો. સામનાના અગ્રલેખ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. બારણે ટકોરા દઈને ચૂંટણીના વાયરા ઘરમાં પ્રવેશ્યા છે. એક કરોડ ખેડૂતોના ખાતમાં ખેડૂત સન્માન ભંડોળનો પ્રથમ હપ્તો જમા થયો છે. ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા એ સારું થયું. તેથી દરેક નાગરિકના ખાતામાં 15 લાખમાંથી કમસે કમ 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો જમા થશે એવી આશા ફરીથી જીવંત થઈ છે.

જનતાના રૂપિયા જનતાના ગજવામાં નાખવામાં આવી રહ્યા છે. આ બધું ચૂંટણીને આંખ સમક્ષ રાખીને કરવામાં આવે છે એવો આરોપ કરવામાં આવે છે. આરોપોનું શું છે? કંઈ ન કરો તો પણ આરોપ થતા રહે છે. ચૂંટણી પહેલાં બજેટની ઘોષણાઓ રાજકીય ફાયદાનો વિચાર કરીને જ કરવામાં આવે છે અને સત્તા પર રહેલ દરેક રાજકીય પક્ષ એમ જ કરે છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જઈને ગંગાસ્નાન કર્યું. એટલે કે ડૂબકી લગાવી. પછી સફાઈ કામદારોના પગ ધોઈને કરસેવા કર્યાના ફોટાઓ છપાયા છે એમ અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું. 

વડાપ્રધાને ગંગા કિનારે સફાઈ કામદારોના પગ ધોયા એ માટે અભિનંદન પણ સફાઈ કામદારોની સમસ્યાઓ પગની નહીં, પેટની છે. ડિજિટલ ઈંડિયામાં આ પગ ધોવાનું ક્યાંથી આવ્યું? જેમના પગ ધોયા એ પોતાના પગ પર ઊભા રહે, દેશમાં જાતીયવાદી ઉન્માર ગંગાને અર્પણ થાય એવું આ પગ ધોવાથી થાય તો વડાપ્રધાનની કરસેવા લેખે લાગશે એમ આગળ જણાવવામાં આવ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો