તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવસેના ગુજરાતમાં લોકસભા 2019માં ઝંપલાવે તેવી શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 2014ની ચૂંટણીમાં 25 વર્ષની ભગવી યુતિ તૂટ્યા પછી ઘાયલ શિવસેના આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે ઊતરશે, જે અંગે ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. દેખીતી રીતે જ હિંદુત્વ તેનો મુખ્ય ચૂંટણીનો મુદ્દો રહેશે. શિવસેના વતી એક વિશેષ ટીમ ગુજરાતમાં મોકલીને રાજકીય સ્થિતિનું આકલન કરવામાં આવશે અને કઈ બેઠકો પરથી ઉમેદવારો તેનો અંદાજ મેળવશે, જે પછી કેટલા ઉમેદવારો ક્યાં ઉતારવાના છે તે અંગે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય લેશે, એમ પક્ષનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

2017માં ગુજરાત વિધાનસભામાં પક્ષના બધા જ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી દીધી છતાં હિંદુત્વના મુદ્દા પર મતો વધારવા માટે આ વખતે ભાજપ સામે લોકસભાના મેદાનમાં ઊતરવાનો નિર્ણય લેવાયો છે, એમ તેમણે જણાવ્યું હતું.2014માં યુતિ તૂટ્યા પછી પણ શિવસેનાએ રાજ્ય અને કેન્દ્રમાં સત્તામાં ભાગીદાર થવાનું પસંદ કર્યું, પરંતુ તે સમયથી સત્તામાં રહીને પણ સભાઓમાં, પક્ષના મુખપત્રમાં ભાજપને સતત લક્ષ્ય બનાવી રહી છે. ખાસ કરીને શિવસેનાના નિશાન પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે. તેમાં વળી લાતુરમાં રવિવારે અમિત શાહે ભાજપના કાર્યકરોને સંબોધન કરતી વખતે યુતિ હોગી તો સાથી કો જિતાયેંગે, નહિ હુઈ તો પટક દેંગે એવું બયાન આપતાં શિવસેના વધુ રોષે ભરાઈ છે.

 

 

2017માં શિવસેનાએ 183 બેઠકવાળી ગુજરાત વિધાનસભામાં 42 ઉમેદવાર ઉતાર્યા હતા. ખાસ કરીને સુરત, રાજકોટ વગેરે શહેરોમાં મરાઠી મતદારો વધુ સંખ્યામાં છે ત્યાં પક્ષે ઉમેદવારો ઉતાર્યા હતા. જોકે તેના બધા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી દીધી હતી. 11 ઉમેદવારોને 1000થી પણ ઓછા મત મળ્યા હતા, જ્યારે સૌથી વધુ 4075 મત લિંબાયતથી સમ્રાટ પાટીલને મળ્યા હતા. એકંદરે પક્ષને ફક્ત 33,893 મત મળ્યા હતા. આ અગાઉ 2007માં પણ શિવસેનાએ 33 ઉમેદવારો ગુજરાતમાં ઉતાર્યા હતા.

 

અન્ય સમાચારો પણ છે...