• Gujarati News
  • Local
  • Mumbai
  • Anand Pandit Interview On Biopic Of Pm Narendra Modi He Was 30 Years Bjp Worker And Maharashtra Treasure Of Bjp

હું 30 વર્ષ ભાજપનો સભ્ય રહ્યો, મહારાષ્ટ્ર ભાજપનો ખજાનચી હતો, પણ ફિલ્મને ચૂંટણી સાથે સંબંધ નથી: આનંદ પંડિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આનંદ પંડિતની ફેસબુક પરથી લીધેલી તસવીર - Divya Bhaskar
આનંદ પંડિતની ફેસબુક પરથી લીધેલી તસવીર
  • ફિલ્મના વિવાદ અંગે પ્રોડ્યુસર આનંદ પંડિત સાથે વાતચીત
  • મોદીની બાયોપિક કાલે રિલીઝ થશે
  • ફિલ્મના એક પ્રોડ્યુસર આનંદ પંડિતે પોતે 30 વર્ષથી ભાજપના સભ્ય હોવાનું જણાવ્યું
મુંબઈ: ચૂંટણી પંચની લીલી ઝંડી પછી મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પાંચમી એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મના કન્ટેન્ટ અને ટાઈમિંગ સામે સવાલ ઊભા થયા છે. ફિલ્મના ચાર પ્રોડ્યુસરે ચૂંટણી પંચને કહ્યું છે કે, આ બાયોપિકને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી. જોકે, ફિલ્મના એક પ્રોડ્યુસર આનંદ પંડિત પોતાને 30 વર્ષથી ભાજપના સભ્ય બતાવી રહ્યા છે. તેઓ ભાજપના કોમર્સ સેલના સંયોજક અને મહારાષ્ટ્ર ભાજપના કોષાધ્યક્ષ પણ હતા. ફેબ્રુઆરી 2006માં તત્કાલીન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે તેમને આ જવાબદારી આપી હતી. હાલ ભાજપે આ માહિતી તેમની વેબસાઈટ પરથી હટાવી લીધી છે.

આનંદ પંડિત પર એક કંપની બનાવીને બ્રિટીશ વર્જિન આઈલેન્ડમાં ગેરકાયદે રીતે રોકાણ કરવાનો પણ 2013માં આરોપ લાગ્યો હતો. મુંબઈ આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, આ કેસનો રિપોર્ટ 2015માં સીબીડીટીને મોકલાયો હતો. ત્યારથી આ મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ. આ તમામ અને ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદ પર આનંદ પંડિતે ભાસ્કરના વિશેષ સંવાદદાતા મનીષ ભલ્લા સાથે વાત કરી. 

3) આનંદ પંડિત સાથેના ઈન્ટરવ્યૂની મુખ્ય વાતો

હા હું 30 વર્ષ ભાજપનો કાર્યકર રહ્યો છું. મહારાષ્ટ્ર ભાજપનો કોષાધ્યક્ષ પણ રહ્યો છું. જોકે, ચાર વર્ષથી ભાજપમાં કોઈ હોદ્દા પર નથી, પરંતુ તેને ફિલ્મ સાથે શું લેવાદેવા? આ કોમર્શિયલ ફિલ્મ છે, જે પૈસા કમાવવા અને મનોરંજન માટે બનાવાઈ છે. મેં ભાજપના કોઈ નેતા પર ફિલ્મ બનાવી? આ ફિલ્મ બિઝનેસ કરશે એટલે બનાવી.

બિલકુલ. સુરેશ ઓબરોયના કેસમાં પણ એવું જ છે. હું વારંવાર કહી રહ્યો છું કે, અમારા ભાજપ સાથેના સંબંધને ફિલ્મ સાથે શું લેવાદેવા? અમે લોકોએ સમય અને તક જોઈને આ ફિલ્મ બનાવી

આ સાચી વાત, પરંતુ મને જેના પર વિશ્વાસ હશે તેને જ હું મારા કામ અને કંપની માટે લઈશ ને? કપિલ સિબ્બલને તો નહીં જ લઉં અને તેમના પર વિશ્વાસ પણ નહીં કરું. જેને મોદી સાથે સંકળાયેલી માહિતી છે અને રસ છે, તેના પર જ ભરોસો કરીશ. આ ભરોસાની વાત છે.

આ ફિલ્મ ભાજપના કોઈ નેતા કે કાર્યકરે નહીં પણ સ્થાપિત પ્રોડ્યુસરોએ બનાવી છે. આ ફિલ્મને કોમર્શિયલી જ જુઓ.

8) a

અન્ય સમાચારો પણ છે...