તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોટો ખેંચવા ટ્રેનની છત પર ચઢેલો ગુજરાતી ટીનેજર ગંભીર રીતે દાઝ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુશાલ ભેદા - Divya Bhaskar
કુશાલ ભેદા
  • ટીનેજર 75% દાઝવા સાથે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે 

મુંબઈ:મલાડનો 13 વર્ષનો કુશલ મનીષ ભેદા ફોટો ખેંચવા માટે ઊભેલી ટ્રેનની છત પર ચઢી ગયો અને ઓવરહેડ વાયરને સ્પર્શ થવાથી ગંભીર રીતે દાઝી ગયો છે.  75 ટકા દાઝવા સાથે તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. 

કુશલ નવમા ધોરણમાં ભણે છે: મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના મોટી ખાખર ગામના અને હાલ મલાડ (વેસ્ટ)ના માલવણીમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ મનીષ ટોકરશી ભેદાનો નવમા ધોરણમાં ભણતો દીકરો પિતા અને નાની બહેન સાથે મલાડમાં રહે છે. જ્યારે તેના પિતાનો માલવણીમાં કન્ફેકશનરી સ્ટોર છે. કુશલને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે. રવિવારે સવારે કુશલ તેના ચાર-પાંચ મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયa હતા. ક્રિકેટ રમ્યા પછી નજીકના રેલવે યાર્ડમાં ગયા હતા. ત્યાં ઊભેલી એક ટ્રેન પર ચઢીને કુશલ ફોટો ખેંચતો હતો. તે સમયે સંતુલન ગુમાવતાં હાઈ વોલ્ટેજ ઓવરહેડ વાયરને સ્પર્શ કર્યો હતો, જેને લીધે દાઝી ગયો હતો. મિત્રો પણ તેને જોઈને બેભાન થઈ ગયા હતા. પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ પોર્ટરોને લાવી હતી, જેમણે કુશલને બેભાનાવસ્થામાં બહાર કાઢ્યો હતો. 

ટીનેજરની તબિયત નાજુક:રેલવે પોલીસે કુશલના પિતાને ઘટના અંગે જાણ કરી હતી અને સ્ટેશન પર બોલાવ્યાં હતો. કુશલને ત્યાંથી ગોરેગાવની સિદ્ધાર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બાદમાં તે જ વિસ્તારમાં આવેલી એસઆરવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની ઈજાઓ અત્યંત ગંભીર ચિંચપોકલીની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.