તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતી માંજો ગુજરાતમાં જ નહિં પણ મુંબઈ, અમેરિકા અને દુબઈમાં પણ પ્રખ્યાત છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા અને દુબઇના પતંગ રસિયાઓ સુરતથી માંજો મંગાવે છે

સુરત: સુરતી માંજો સુરતમાં જ નહિં પરંતુ મહારાષ્ટ્ર, અમેરિકા અને દુબઈમાં પણ મોકલવામાં આવે છે. દેશ-વિદેશમાંથી આવતા ઓર્ડરના લીધે સુરતી વેપારીઓ દિવાળી પછી તરત જ માંજો ઘસવામાં લાગી જાય છે. સુરતી માંજાનું બ્રાન્ડીંગ કરવાનું આજ સુધી કોઇએ વિચાર્યુ નથી. પરંતુ સુરતી માંજો ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં વેચાણ માટે જાય છે. એટલું જ નહીં અમેરિકા અને દુબઇના પતંગ રસિયાઓ સુરતથી આ ખાસ માંજા મંગાવે છે.

1) સુરતી માંજાના ભાવમાં 10 ટકા વધારો

આજે અમદાવાદ, ભરૂચ, વડોદરા અને મુંબઇથી લોકો ખાસ માંજો ઘસાવવા માટે સુરત આવે છે. લુગ્દી માંજો કેમિકલ વિના બનતો હોવાથી, ખરીદારોમાં પણ તેની ભારે માંગ જોવા મળે છે. આ ઉપરાંત સુરતી માંજા દ્વારા આકાશમાં પેચ લડાવવાની મજા પણ પતંગ રસિયાઓ માનતા હોય છે. ઉત્તરાયણ પહેલા જ માંજો 

ઘસવા માટે આગ્રાથી ખાસ કારીગરો સુરત આવે છે. જો કે, આ વખતે સુરતમાં માત્ર બે-ત્રણ જગ્યાએ જ માંજો તૈયાર કરવામાં આવે છે. માંજાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. તેમ છતાં ગુજરાત સહિત મુંબઈમાંથી લોકો ભારે ખરીદી કરી રહ્યા છે.