કડીથી મુંબઈ ટ્રકમાં લઈ જવાતી 2 ગાય અને 14 ભેંસ પકડાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે પાટણના ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ 

મુંબઈ: અમદાવાદના કડીથી મુંબઈના વસઈમાં જતી ટ્રકને પોલીસે બાતમીના રોકી તેની તપાસ કરી હતી. જેમાંથી પોલીસને  1 ગાય, 1 વાછરડું અને 14 ભેંસ મળી આવી હતી.  આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

1) વિનોદ પરમાર અને મહેબુબ કાજીની ધરપકડ

મળતી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસને જીવદયાના કાર્યકરોએ ટ્રકમાં પશુઓને મહારાષ્ટ્ર લઇ જવાતા હોવાની માહિતી આપતાં પોલીસે હાઇવે નં. 48 પર પુરોહિત હોટેલ સામે નાકાબંધી કરી હતી. દરમિયાન અમદાવાદ તરફથી આવતાં ટ્રક (નં. GJ-9-Y-9793)ને  અટકાવી જડતી લીધી હતી. ટ્રકમાંથી પોલીસને 8 ભેંસ, 6 ભેસનાં બચ્ચા, 1 ગાય અને 1 વાછરડું મળી કુલ 16 પશુઓ મળી આવ્યા હતા. આ પશુઓને લઇ જતા સિદ્ધપુર પાટણના ટ્રકચાલક અને ક્લીનર વિનોદ નરસિંહ પરમાર અને મહેબુબ જીવાભાઇ કાજીને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પુછપરછ કરતા જણાવ્યું કે, આ ઢોર અમદાવાદ નજીકના કડીથી મહારાષ્ટ્રનાં વસઇ લઇ જઇ રહ્યા છે. પરંતુ તેઓ તેની કોઇ પરવાનગી કે પાસ રજૂ કરી શક્યા ન હતા. જેના પગલે પોલીસે રૂ. 4 લાખની ટ્રક અને રૂ. 3.45 લાખના પશુઓ કબજે લીધા હતાં. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.