ડબલ ટ્રેકની કામગીરીને પગલે ઓખા-મુંબઈ ટ્રેન સમય કરતા 1 કલાક મોડી ઉપડશે

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ડબલ ટ્રેકની કામગીરીને પગલે રાજકોટ સ્ટેશન પર આવતી-જતી અનેક ટ્રેનને અસર થઇ છે. તારીખ 1થી 8 જાન્યુઆરી દરમિયાન 4 ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે 17 ટ્રેનના ટાઈમ ટેબલ ખોરવાઈ જવાને પગલે તેના નિર્ધારિત સમયથી મોડી ઉપડશે. 32 ટ્રેન એવી છે જે માર્ગમાં અડધાથી દોઢ કલાક સુધી મોડી ચાલશે.  

1) ઓખા અને મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન 1 કલાક મોડી

8 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર મેલ ઓખાથી 1 કલાક મોડી ઉપડશે. જેથી આ ટ્રેન મુંબઈ એકથી દોઢ કલાક મોડી પહોચશે. સૌરાષ્ટ્ર મેલ ઓખાથી 1:10 વાગ્યે ઉપડવાને બદલે 1 કલાક મોડી ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે તમને 7 વાગ્યાના બદલે 8 વાગ્યા પછી પહોંચાડશે.

 

 • તારીખ 2,4,5 તથા 6 જાન્યુઆરી 2019ની ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ રદ કરાશે.
 • તારીખ 2,4,5,6 તથા 7 જાન્યુઆરી 2019ની ઓખા વિરમગામ ઓખા પેસેન્જર રદ કરાશે. 

 

 • 1 જાન્યુઆરીની રાજકોટ અમદાવાદ પેસેન્જર, સોમનાથ અમદાવાદ એક્સપ્રેસ તથા ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ માર્ગમાં 45 મિનિટ મોડી રહેશે.
 • 2 જાન્યુઆરીની પોરબંદર હાવડા તથા ઓખા-હાવડા લિંક એક્સપ્રેસ પોરબંદર તથા ઓખાથી 1 કલાક મોડી ઉપડશે. 
 • 2 જાન્યુઆરીની ઓખા-પુરી એક્સપ્રેસ 40 મિનિટ, સોમનાથ જબલપુર 30 મિનિટ તથા અમદાવાદ રાજકોટ 30 મિનિટ મોડી ઉપડશે. 
 • 3 જાન્યુઆરીની ઓખા વિરમગામ પેસેન્જર બે કલાક મોડી ઉપડશે. 
 • 4 જાન્યુઆરીની પોરબંદર સાંત્રાગાચ્છી કવિગુરુ એક્સપ્રેસ 4.30 કલાક, ઓખા દેહરાદૂન 4 કલાક મોડી ઉપડશે
 • 4 જાન્યુઆરીની અમદાવાદ રાજકોટ પેસેન્જર અમદાવાદથી 2 કલાક, સોમનાથ જબલપુર 3.45 કલાક, જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા, જામનગરથી 2.30 કલાક, ઓખા-ગૌહાટી ઓખાથી 2 કલાક તથા ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેલ ઓખાથી 1 કલાક મોડી ઉપડશે.
 • 5 જાન્યુઆરીની વેરાવળ પુણે વેરાવળથી 2.45 કલાક, ઓખા નાથદ્વારા ઓખાથી 2 કલાક, સોમનાથ જબલપુર, સોમનાથથી 1 કલાક તથા અમદાવાદ રાજકોટ પેસેન્જર અમદાવાદથી 2 કલાક મોડી ઉપડશે. 
 • 6 જાન્યુઆરીની પોરબંદર હાવડા પોરબંદરથી 3 કલાક, ઓખા હાવડા લિંક ઓખાથી 3 કલાક, રાજકોટ રિવા 2.45 કલાક તથા જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા જામનગરથી 1.30 કલાક મોડી ઉપડશે. 
 • 7 જાન્યુઆરીની જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા જામનગરથી 1 કલાક મોડી ઉપડશે. આ ટ્રેન માર્ગમાં અડધાથી દોઢ કલાક મોડી પડશે.