તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 માર્ચે મુંબઈમાં 44 મુમુક્ષુ દીક્ષા લેશે, આજે અમદાવાદમાં રૂપાણીના હસ્તે અભિવાદન થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 44 મુમુક્ષુનું અમદાવાદમાં રૂપાણીને હસ્તે અભિવાદન થશે 
મુંબઈ:13 માર્ચે મુંબઈમાં યોજાનાર 44 ઐતિહાસિક દીક્ષા મહોત્સવ- આધ્યાત્મિક લગ્નોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દીક્ષાર્થીઓનું ભારતભરમાં અભિવાદન થઈ રહ્યું છે. જેના ભાગરૂપ આજે અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે અભિવાદન થશે. ગત ડિસેમ્બરમાં રાંચીમાં મુખ્યમંત્રી રઘુબર દાસજીએ અભિવાદન કર્યું અને રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સર્વ દીક્ષાર્થીઓનું અભિવાદન કર્યું અને દીક્ષા મહોત્સવમાં પધારવા સંમતિ દર્શાવી હતી.

1) પાલડી વિસ્તારમાં ભવ્ય આયોજન કરાયું

સોમવારે અમદાવાદના આંગણે 'સુરીરામ' તથા 'સુરિશાંતિ'ના સમુદાયે દીક્ષિત થનાર 47-47 દીક્ષાર્થીઓ પધારી રહ્યા છે તથા તેઓની ભવ્ય વર્ષીદાન યાત્રાનું સંયમ અનુમોદક પરિવાર દ્વારા પાલડી વિસ્તારમાં ભવ્ય આયોજન કરાયું છે. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓના બપોરના વાયણા (ભોજન) માટે તથા તેઓના અભિવાદન માટે રૂપાણીએ સર્વ દીક્ષાર્થીઓને આમંત્ર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગના દીક્ષાર્થીઓ ગુજરાતમાં વસે છે અથવા તો મૂળ વતન ગુજરાત છે. 

મહારાષ્ટ્ર- મુંબઈનાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર થઈ રહેલી 44 સામૂહિક દીક્ષા આધ્યાત્મિક લગ્નોત્સવમાં સૂરિશાંતિના ચરમ શિષ્યરત્ન જૈનાચાર્ય પૂજ્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેમના શિષ્યરત્ન જૈનાચાર્ય પૂજ્ય યોગતિલકસૂરીશ્વજીની અધ્યાત્મ વાણીથી વૈરાગી બનેલા 44 મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ 9થી 13 માર્ચ બોરીવલી ચીકુવાડીનાં મેદાનમાં ઊજવવામાં આવશે. જેમાં 6૦૦ કરતાં વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં દેશવિદેશના પચાસ હજારથી વધુ ધર્મપ્રેમીઓ પધારશે. આ મહોત્સવના આયોજક અધ્યાત્મ પરિવારના મોભી શાસનરત્ન હિતેશભાઈ મોતાએ કહ્યું હતું કે અવસરમાં ઉપસ્થિત રહેવા દેશવિદેશમાં નિમંત્રણો અપાઈ રહ્યાં છે. ભારતભરના સંઘો, સરકાર, દેશ-વિદેશના ધર્મપ્રેમીઓનો અભૂતપૂર્વ સહકાર તથા શુભેચ્છા મળી રહી છે. સૌને અંતરથી પ્રસંગને આવકારી રહ્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો