તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ સ્ટાર્સને જોવા અમદાવાદનો કિશોર ઘરેથી ભાગી મુંબઈનાં જુહુ બીચ પર પહોંચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કલાકારો મોર્નિંગ વોક માટે જુહુ બીચ જતા હોવાથી તે જોવાની ઇચ્છા હતી 
મુંબઈ:ફિલ્મ સ્ટાર અને સિરિયલોના કલાકારો મોર્નિંગ વોક માટે અને ફરવા માટે જુહુ બીચ પર જતા હોવાનું સાંભળી તેમને જોવાની ઇચ્છા પૂરી કરવા અમદાવાદનો એક 13 વર્ષનો કિશોર ઘરેથી ભાગીને મુંબઈ જતો રહ્યો હતો. જોકે પોલીસ કિશોર પાસે રહેલા મોબાઇલ ફોનનો નંબર ટ્રેસમાં મૂકીને લોકેશનના આધારે તેની ભાળ મેળવી તેને અમદાવાદ પાછો લાવી હતી.

1) પોલીસે મોબાઇલ નંબરના આધારે લોકેશન મેળવી ભાળ લીધી

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા રિક્ષાચાલકનો 13 વર્ષનો પુત્ર કે.કે. નગરમાં આવેલી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. નિત્યક્રમ અનુસાર શુક્રવારે બપોરે 3 વાગ્યે કિશોર ઘરથી બાજુની સોસાયટીમાં આવેલા ટ્યૂશન ક્લાસીસમાં જવા નીકળ્યો હતો, પરંતુ સાંજ સુધી તે પાછો ન આવતા માતા-પિતા અને મામાએ શોધખોળ શરૂ કરી હતી. આખરે પિતાએ ઘાટલોડિયા પોલીસમાં પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શનિવારે કિશોરની સ્કૂલમાં તપાસ કરીને તેના મિત્રોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે માતાપિતાની જાણ બહાર ફોન ખરીદ્યો હતો. પોલીસે તેનો નંબર ટ્રેસમાં મૂકતા તેનું લોકેશન મુંબઈ આવ્યું હતું. 

પોલીસની ટીમ તેના પિતાને સાથે લઈને મુંબઈ જવા નીકળી જ રહી હતી ત્યારે તેણે પિતાને ફોન કરીને કહ્યું હતું કે, 'હું બોરિવલી રેલવે સ્ટેશન પર છું. મને લેવા મામાને મોકલો.' આથી પોલીસ કિશોરના પિતાની જગ્યાએ તેના મામાને લઈ કિશોરને મુંબઈથી હેમખેમ પરત લાવ્યા હતા. કિશોરે જણાવ્યું હતું કે તેને જુહુ બીચ જોવા જવાની ઇચ્છા હોવાથી તે મુંબઈ ગયો હતો. 

કિશોર ઘરેથી પિગી બેંકમાંથી રૂ. 300 અને માતા પાસેથી રૂ. 20 લઈને નીકળ્યો હતો. કાળુપુર રેલવે સ્ટેશનથી લોકલ ટ્રેનની રૂ. 120ની ટિકિટ લઈને મુંબઈ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઊતરીને જુહુ બીચ જઇ ત્યાં વડાપાંઉ અને ભાજીપાંઉ ખાધાં હતાં, જેમાં બધા પૈસા વપરાઈ જતા તે બોરિવલી રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો