તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેચ્યૂ ઓફ યુનિટી: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 'તારક મહેતા..'ના 8 કલાકારોનો જમાવડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • 80 હજાર સ્ક્વેર ફુટ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો
  • જેઠાલાલ, બબીતા, સુંદર, નટુકાકા, બાઘા, પોપટલાલ અને ટપુ સેના કેવડિયામાં
નર્મદા: કેવડિયા ખાતે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે 80 હજાર સ્ક્વેર ફુટ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે. આ પતંગોત્સવમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકારો જેઠાલાલ, બબીતા, સુંદર, નટુકાકા, બાઘા સહીત પત્રકાર પોપટલાલ અને ટપુ સેના પણ હાજર રહી આકર્ષણ જમાવશે. પતંગ મહોત્સવના ભાગરૂપે 15 દેશોના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લઇ લાંબી અને રંગબેરંગી ડિઝાઈનો વાળી પતંગો ચગાવશે.

1) 86 પતંગબાજો રંગબેરંગી ડિઝાઈનો વાળી પતંગો ચગાવશે

અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં એક દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, કાઇટ ફેસ્ટિવલ ઉત્તરાયણ પહેલા કરાતો હોય  છે. ત્યારે 14મી જાન્યુઆરીના રોજ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો એપિસોડ બનાવવા આ સીરિયલના નિર્માતા અસિત મોદી, સહીત કેમેરામેન,પ્રોડ્યુસર, ડાયરેક્ટર, સહીત મુખ્ય કલાકારો જેઠાલાલ , બબીતા સુંદર સહીત 8 થી 10 જેટલા કલાકારો આકર્ષણ જમાવશે. જેઓ રાત્રીના નર્મદા ટેન્ટ સીટી ખાતે રોકાશે અને સવારે પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને બાદમાં સ્ટેચ્યુ પણ નિહાળશે.