મુંબઈ-અમદાવાદ શતાબ્દી ટ્રેનમાં શરૂ કરાયેલી લાઈબ્રેરીને સારો પ્રતિસાદ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શતાબ્દી ટ્રેનમાં વાંચનની સુવિધા ઉમેરાઈ
મુંબઈ: ટેકનોલોજીના યુગમાં પુસ્તક પ્રેમીઓ માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં અનુભૂતિ કોચમાં લાઈબ્રેરી શરૂ કરી હતી. નવા વર્ષના મુહૂર્ત પર શરૂ કરવામાં આવેલી લાઈબ્રેરીનો પ્રવાસીઓ તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો હોવાથી એક્સપ્રેસના તમામ એક્ઝિક્યુવ કોચમાં લાઈબ્રેરી શરૂ કરવાની હિલચાલ પશ્ચિમ રેલવેએ શરૂ કરી છે. 

1) ટ્રેનમાં અનુભૂતિ કોચ ઉમેરાતા પ્રવાસીઓમાં ઉત્સાહ

મંગળવારે 1લી જાન્યુઆરીના મુહૂર્ત પર શતાબ્દીના અનુભૂતિ કોચમાં 105 પુસ્તકો સહિત લાઈબ્રેરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજકારણ, રહસ્યકથા, બાયોગ્રાફી અને બાળકથા જેવા પુસ્તકોને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. શતાબ્દીના અન્ય કોચમાં પણ પ્રવાસીઓને આ યોજનાનો લાભ મળે તે માટે એક્સ્પ્રેસના તમામ એક્ઝિક્યુટિવ કોચમાં લાઈબ્રેરી શરૂ કરવાનો વિચાર હોવાનું પશ્ચિમ રેલેવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું. મધ્ય રેલવેએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડેક્કન ક્વીન અને પંચવટી એક્સપ્રેસમાં પ્રવાસીઓને લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરી હતી.