તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈથી રાજકોટ આવેલા યાત્રિક પાસેથી રૂપિયા 6 લાખની રોકડ મળી, તપાસ તેજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવકવેરા વિભાગે રોકડ સીઝ કરી
  • હજુ 2 દિવસ તપાસ ચાલશે
રાજકોટ: મુંબઈથી રાજકોટ આવતા ફ્લાઈટમાં આવતાં યાત્રિક પાસેથી રૂપિયા 6 લાખની રોકડ મળી આવતા આવકવેરા વિભાગે સીઝ કરી યાત્રિકની પૂછપરછ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ સાંજે 5 વાગ્યે આવતી ફ્લાઇટમાં એક યાત્રિક પાસે રોકડ રૂ.6 લાખ હોવાની બાતમી આવકવેરા વિભાગને મળી હતી. જેથી આવકવેરા ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારી એરપોર્ટ પર પહોંચ્યા હતા અને યાત્રિકના સામાનની ચકાસણી કરતા થેલામાંથી રોકડ રકમ મળી આવી હતી. આવકવેરા વિભાગે હાલ આ રોકડ કોની છે, કયાંથી આવી છે?.  કોણે મોકલી છે વગેરે મુદ્દે તપાસ શરૂ કરી છે અને યાત્રિકની પૂછપરછ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ આ તપાસ હજુ બે દિવસ ચાલશે. જેની પાસેથી રોકડ મળી આવી છે તે વ્યક્તિ રાજકોટમાં જ રહેતા હોવાનું હાલની તપાસમાં બહાર આવ્યું છે. મુંબઈથી વિમાન ટેકઓફ થયું તે સાથે જ રાજકોટ ઈન્કમટેક્સના અધિકારીઓને રોકડ રકમ સંદર્ભે જાણ કરી દેવાઈ હતી.