મુંબઇની કંપની વિરૂદ્ધ કર્મચારીએ પગાર-ભથ્થા અંગે કરેલો દાવો રાજકોટ કોર્ટે માન્ય કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: પીકમે ઇ-સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેઇટ લી.નામની કંપનીમાં કામ કરી રહેલા રાજકોટના જીજ્ઞેશભાઈએ કંપની વિરૂદ્ધ પગાર-ભથ્થા અંગનો દાવો કોર્ટમાં કર્યો હતો. જેને કોર્ટે કંપની વિરૂદ્ધ હુકમનામુ કરી દાવો મંજૂર કર્યો છે.

1) પગાર અને ભથ્થા પર 7 ટકા વ્યાજ આપવા આદેશ

પીકમે ઇ-સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેઇટ લી.નામની કંપનીમાં રાજકોટના જીજ્ઞેશભાઈ કારીયા નોકરી કરતા હતા. તેમને સારા પગારની ઓફર અને જવાબદારીઓ સાથે કચ્છ વિસ્તાર માટે એરિયા સેલ્સ મેનેજરની જગ્યા પર નિમણૂંક કર્યા હતા. પરંતુ ત્રણ મહિના થવા છતા તેને પગાર કે મુસાફરી ભથ્થુ ચુકવવાના બદલે નોકરીમાંથી ખોટા બહાનાસર છુટા કરી દેવામાં આવ્યાં હતા. જેથી તેને રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો કર્યો હતો. જેને કોર્ટે મંજુર કર્યો છે. કોર્ટે પગાર અને ભથ્થાની રકમ પર 7 ટકા વ્યાજની વસુલ મળવા અંગેનું કંપની વિરૂદ્ધ હુકમનામું કરીને દાવો મંજુર કર્યો છે.