મુંબઈ-ગુજરાતની ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી 4 મહિલાની ઝડપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ગેંગ દિલ્હી, મુંબઈ અને ગુજરાતની ટ્રેનને ટાર્ગેટ કરતી
  • ચારેય મહિલા હરિયાણી હોવાનું ખુલ્યું
મુંબઈ: બોરીવલી રેલવે-પોલીસે ચાર મહિલાઓની ગૅન્ગને પકડી પાડી છે. કે જેઓ મુંબઈ, દિલ્હી અને ગુજરાત જતી ટ્રેનોમાં પ્રવાસ કરતી એકલી મહિલાઓને ટાર્ગેટ કરી તેમની પાસેથી લૂંટ ચલાવતી હતી. જે મહિલા ગેંગને પોલીસે પકડી પાડી છે. આ ગેંગની બધી મહિલાઓ હરિયાણાની હોવાનું સામે આવ્યું છે.

1) CCTVના આધારે બોરીવલી પોલીસે મહિલા ગેંગને ઝડપી પાડી

મહિલાઓની ગેંગ વિવિધ રાજ્યોનાં મોટા રેલવે-સ્ટેશનો પર પ્રવાસ કરવાના બહાને જતી હતી. જેવી ટ્રેન પ્લૅટફૉર્મ પર આવે એટલે આ ચારેય મહિલાઓ ટ્રેનમાં ઘૂસવાના બહાને મહિલાઓના પર્સ, ચેઈન, મોબાઇલ કે અન્ય કોઈ પણ મોંઘી વસ્તુઓ હોય એ ખેંચીને ભાગી જતી હતી. ત્યારે આ ગેંગ બોરીવલી રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર ચતુરાઈ વાપરીને મહિલા પ્રવાસીઓને લૂંટવાના પ્રયત્ન કરતા CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેથી સીસીટીવીના આધારે પોલીસે આ 4 મહિલાઓની ધરપકડ કરી છે. આમ દિલ્હી, મુંબઈ અને ગુજરાતની ટ્રેનોને તેઓ શિકાર બનાવતી હતી. મહિલાઓની તપાસ કરતાં તેમની પાસેથી સોનાની એક ચેઇન પણ મળી આવી છે.