તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસ્તામાં ઓનલાઈન સ્કૂટર ખરીદવાની લાલચમાં ગુજરાતી યુવાને હજારો રૂપિયા ખોયા અને સ્કૂટર પણ મળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્મી યુનિફોર્મની આડમાં ઓનલાઈન ફ્રોડ
  • ઈન્ડિયન આર્મીમાં છું એવું કહીને છેતરપીંડિ કરી

મુંબઈ:સસ્તા દરે ઓનલાઈન વસ્તુઓ ખરીદવાની લાલચમાં મુંબઈમાં રહેતા ગુજરાતી યુવાને હજારો રૂપિયા ખોયા છે. ભારતીય લશ્કરની ઓળખ આપી અને સૈનિકનો યુનિફોર્મ પહેરીને લોકો સાથે વિશ્વાસઘાત કરતી ટોળકી દેશભરમાં સક્રિય થઈ છે. ડોમ્બિવલીમાં રહેતા 32 વર્ષના ગુજરાતી ફોટોગ્રાફર સાથે છેતરપીંડિની ઘટના બની છે. જેથી યુવકે પુરવા સહિત લેખિતમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવકે 41 હજાર રૂપિયા ગુમાવ્યા:યુવકને ઓનલાઈન ખરીદ-વેચાણના પ્લેટફોર્મ પર તેણે ફક્ત 18 હજાર રૂપિયામાં સ્કુટર ખરીદવા જતાં 41 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકને જૂનુ સ્કુટર ખરીદવું હતું જેથી તપાસ કરતાં તેને એક સ્કૂટર 18 હજાર રૂપિયામાં જોયું હતું. જેથી તે સ્કૂટર વેચનારનો સંપર્ક કર્યો હતો. વેચનારે કહ્યું કે હું આર્મીમાં છું અને તેને પોતાનો આર્મીમેનનો ફોટો પણ મોકલ્યો હતો. જેને પોતાનું નામ વિકાસ પટેલ જણાવ્યું હતું. 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:જે બાદ વિકાસ પટેલ નામના યુવકે તેને 3 હજાર એડવાન્સ અને 18 હજાર રૂપિયા સ્કૂરના આપવાનું કહ્યું. જેથી યુવકે તે પૈસા ટ્રાન્સફર કરી દીધા. જે બાદ વિકાસે ટ્રાન્સપોર્ટેશનના ચાર્જના 11 હજાર 500 આપવાનું કહ્યું જે બાદ તે પરત આપી દેશે તેવું પણ કહ્યું હતું. જે બાદ ખબર પડી કે આ ફ્રોડ વ્યક્તિ છે. જેથી યુવકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે.