મુંબઈ-અમદાવાદ-મુંબઈની 3 ઈન્ડિગો ફ્લાઈટ સમય કરતા મોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ-મુંબઈની 2 ફ્લાઈટ સમય કરતા 2 કલાક મોડી
  • મુંબઈ-અમદાવાદની ફ્લાઈટ 2.30 કલાક મોડી
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવાગમન કરતી 36થી વધુ ફ્લાઈટ 5 કલાક સુધી મોડી પડતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગની ફ્લાઈટ્સ ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે મોડી પડી હતી. અમદાવાદ-મુંબઈની ઈન્ડિગો ફ્લાઈટ સમય કરતા 3.03 કલાક મોડી પડી હતી. આ સિવાય અમદાવાદ-મુંબઈની બીજી એક ફ્લાઈટ પર 2.38 કલાક મોડી પડી હતી. જેને લઈને મુસાફરોએ હોબાળો કર્યો હતો. બીજી તરફ મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટ 2.30 કલાક મોડી પડી હતી. આ ફ્લાઈટ મોડી થવા માટે ઈન્ડિગોએ ઓપરેશ્નલ કારણને જવાબદાર ગણાવ્યું હતું.