તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન કૌભાંડી અને બોલિવુડ ફિલ્મફાઈનાન્સર મોહમ્મદ યુસુફની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 50 કરોડની જમીનનું કૌભાંડ કરનાર અને બોલિવુડ ફિલ્મફાઈનાન્સર મોહમ્મદ યુસુફ લાકડાવાલાની મુબઈ પોલીસે ધરપકડ કરી છે. યુસુફ ન્યુયોર્કથી અમદાવાદની ફ્લાઈટમાં ગઈકાલે વહેલી સવારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉતર્યો ત્યાં જ ઈમીગ્રેશન વિભાગે ધરપકડ કરી હતી. 

જોકે તેના અંગે મુંબઈ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હોવાથી ઈમીગ્રેશન વિભાગે મુબઈ પોલીસને જાણ કરી દેતાં તેઓ બપોરે જ તેવી ધરપકડ કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઈમીગ્રેશન વિભાગે યુસુફને પકડતાં જ ગુજરાત રાજકારણના મોટા માથા તેને છોડાવવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ અમદાવાદ એરપોર્ટ ઈમીગ્રેશન વિભાગે મુંબઈ પોલીસને જાણ કરી હોવાથી રાજકારણીઓ બચાવી શક્યા ન હતા.

 સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજકીય પાર્ટીના નેતાઓએ દિલ્હી સુધી જેક લગાવ્યા હતા. પરંતુ પોલીસ આ સંદર્ભે ન માનતા અંતે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રમાં 50 કરોડની જમીન કૌભાંડમાં યુસુફની ધરપકડ કરાયી છે.
 

અન્ય સમાચારો પણ છે...