મહારાષ્ટ્ર STની શિવશાહી બસ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટુંક સમયમાં બીજી બસ મુલુંડ-વડોદરા વચ્ચે દોડશે

મુંબઈ: મહારાષ્ટ્ર STની એરકંડિશન અને આરામદાયક શિવશાહી બસ નવા વર્ષથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. STના થાણે વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ સૌ પ્રથમ બોરીવલી અને અમદાવાદ વચ્ચે શિવશાહી બસ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ મુલુંડ-વડોદરા વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવશે.

1) થાણે વિભાગ પાસે 47 શિવશાહી બસ

બોરીવલી-અમદાવાદ બસ રૂટને ગુજરાત રાજ્યના પરિવહન વિભાગે માન્યતા આપી છે. જ્યારે મુલુંડ-વડોદરા રૂટને માન્યતા મળે તેની રાહ જોવાઈ રહી છે.સ્ટેટ ટ્રાન્સપોર્ટના થાણે વિભાગ તરથી થાણે-બોરીવલી, થાણે-ભાયંદર, થાણે-હૈદરાબાદ, થાણે-પુણે તેમજ થાણે અને કોલ્પાપુર, શેગાંવ વગેરે મહત્વના રૂટ પર બસ દોડાવામાં આવે છે. થાણે વિભાગ પાસે 47 શિવશાહી બસ છે. જેમાં 35 એસ.ટીની માલિકીની છે અને બાકીની 12 કોન્ટ્રેક્ટ પર લેવામાં આવી છે.