મુશ્કેલી / કંડલા-મુંબઈનું વિમાનુ ભાડું 16 હજાર રૂપિયા!, કચ્છવાસીઓમાં નારાજગી

Divyabhaskar.com

Apr 30, 2019, 12:16 PM IST
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • વિમાની કંપનીઓ પ્રવાસીઓના ધસારાને લઈને 3 ગણી લૂંટ ચલાવી રહ્યાં

ગાંધીધામ:કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં આવતા કંડલા એરપોર્ટના વિસ્તૃતીકરણનાં પડતર પ્રશ્ન વચ્ચે આ એરપોર્ટથી મુંબઈ તરફ જતી એક માત્ર હવાઈ સેવાનું ભાડું 16 હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. વિમાની કંપનીઓ પ્રવાસીઓના ધસારાને લઈને 3 ગણી લૂંટ ચલાવી રહ્યાં છે. જેને લઈને કચ્છવાસીઓ નારાજ છે.

કચ્છવાસીઓ નારાજ:કચ્છની હવાઈસેવામાં ફેરફાર અને અમુક સેવાઓ રદ્દ કરવામાં આવી છે. હાલ વેકેશનના સમયમાં પ્રવાસીઓના ધસારાના કારણએ કંડલાથી મુંબઈ તરફ સેવા આપતી વિમાની સેવાના ભાવ આસમાને પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સ્પાઈસ જેટની કંડલાથી મુંબઈ વિમાની સેવાનું મે મહિના સુધીનું ભાડું 16,979 હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જૂન મહિના બાદ એટલે કે વેકેશન બાદ આ જ સેવાનું સરેરાશ ભાડું 2721 હોવાનું સામે આવી રહ્યું છે. આમ બેફામ ભાડું વધારી એન્જસીઓ પ્રવાસી પાસેથી લૂંટ ચલાવી રહી છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી