મુંબઈ/ થાણેના ગુજરાતી પરિવારની દીકરીનાં લગ્ન સમયે પિતા રહસ્યમય રીતે ગુમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

* પરિવારે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
* આગામી 27 જાન્યુઆરીએ દિકરીના લગ્ન છે

 

મુંબઈ: થાણેના ગુજરાતી પરિવારમાં દીકરીનાં લગ્ન માથે છે ત્યારે જ પિતા રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવાર માથે આભ ફાટ્યું છે. આ અંગે પરિવારે નૌપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

 

23મીએ સવારે ઘરેથી નીકળા બાદ પરત આવ્યા નથી
થાણે પશ્ચિમ તલાવપાળીમાં ડો. મુસ રોડ ખાતે દીપક બિલ્ડિંગમાં રહેતા પ્રદ્યુમન ગોવિંદલાલ શાહ (62) 23મીએ સવારે ઘરેથી કામ માટે નીકળ્યા પછી પાછા આવ્યા નથી. તેઓ મુરબાડમાં પ્લાસ્ટિક વર્ક નામની કંપનીમાં નોકરી કરતા હતા. રોજ સવારે 7 વાગ્યે ઘરેથી નીકળતા હતા. અમુક વખત કામ નિમિત્તે ભિવંડી પણ જતા. પણ તેવો રાત્રે 9- 9.30 સુધી ઘરે આવી જતા હતા. જોકે 23મીએ સવારે રોજ મુજબ ઘરેથી નીકળ્યા પછી પાછા આવ્યાં જ નથી. જેથી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

 

27મી જાન્યુઆરીએ આણંદમાં દિકરીના લગ્ન છે
પ્રદ્યુમ્નની દીકરીનાં 27મી જાન્યુઆરીના આણંદમાં લગ્ન છે. આથી પરિવારને માથે આભ ફાટ્યું છે. પ્રદ્યુમનભાઈને કોઈક પાસેથી પૈસા લેવાના નીકળતા હતા, જે પૈસા તેઓ લગ્ન માટે ઉપયોગ કરવાના હતા. જોકે સામેથી પૈસા આવ્યા ન હતા, તેથી છેલ્લા એક મહિનાથી તેઓ પરેશાન હતાં. તેવું તેના સંબંધીઓએ જણાવ્યું છે. હાલ પોલીસ પ્રદ્યુમનભાઈ સવારે જે-જે જગ્યાએથી નિકળ્યાં હતા. તે તમામ માર્ગ અને હોસ્પિટલોમાં તપાસ કરી રહી છે.