તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરોડા ડેરી દરરોજ 20 હજાર લિટર દૂધ મુંબઈ મોકલશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમુલ ગોલ્ડ બ્રાન્ડના નામે દૂધનું વેંચાણ થશે

વડોદરા: દૂધના ભરાવાનો સામનો કરી રહેલી બરોડા ડેરી દ્વારા હવે મુંબઈના માર્કેટમાં એન્ટ્રી લેવામાં આવી છે. બરોડા ડેરીએ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મારફતે મુંબઈમાં દરરોજ 20 હજાર લિટર દૂધનો જથ્થો મોકલવાનું નક્કી કર્યું છે અને જેને અમલ પણ કરી દેવામાં આવ્યો છે. બરોડા ડેરી ખાતે ડેરીના પ્રમુખ દિનુમામા અને ઉપપ્રમુખ જી બી સોલંકી સહિતના ડિરેક્ટરો અને અધિકારીઓએ પૂજા વિધિ બાદ પહેલું ટેન્કર રવાના કર્યું હતું. વલસાડ ડેરીના મુંબઈ બોઈસર ખાતેના પ્લાન્ટમાં દૂધનું પેકિંગ થશે અને ત્યારબાદ અમુલ ગોલ્ડ બ્રાન્ડના નામે દૂધનું વેચાણ થશે.