તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ-મુંબઈની ઈન્ડિગો ફ્લાઈટ સમય કરતા 3.38 કલાક મોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ એરપોર્ટ પર અવરજવર કરતી 12થી વધુ ફ્લાઈટ મોડી 
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવાગમન કરતી 12થી વધુ ફ્લાઈટ 5 કલાક સુધી મોડી પડતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગની ફ્લાઈટ્સ ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે મોડી પડી હતી. અમદાવાદ-મુંબઈની ઈન્ડિગો ફ્લાઈટ સમય કરતા 3.38 કલાક મોડી પડી હતી. જેને લઈને મુસાફરોએ હોબાળો કર્યો હતો. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય સવારે 10:25ના સ્થાને બપોરે 1:56ને રવાના થઈ હતી.  આ ફ્લાઈટ મોડી થવા માટે ઈન્ડિગોએ ઓપરેશ્નલ કારણને જવાબદાર ગણાવ્યું હતું.