તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલઘરની કેમિકલ ફેક્ટરીમાં ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી, આગથી 5ના મોત, ધડાકાનો અવાજ 15 કિમી દૂર સુધી સંભળાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંક ફાર્માના નિર્માણાધીન પ્લાન્ટમાં દુર્ઘટના બની, આ ફેક્ટરીમાં એમોનિયમ નાઇટ્રેટ બને છે
  • ફાયબબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ધડાકાનું કારણ અકબંધ, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે
  • ધડાકાનો અવાજ સાંભળીને લાગ્યુ કે ભૂકંપ આવ્યો, બારીઓના કાચ વાગ્યા - ઘટનાના સાક્ષી

મુંબઈઃ મહારાષ્ટ્રાના પાલઘર જિલ્લામાં કેમિકલ ફેક્ટરીમાં સાંજે 7:20 વાગ્યાની આસપાસ ધડાકો થયો હતો અને આગ લાગી હતી. જેમાં 5 લોકાના મોત નીપજ્યાં છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં ફેક્ટરીના માલિક નટુભાઈ પટેલ પણ સામેલ છે. ધડાકો એટલો જોરથી થયો હતો કે ફેક્ટરીની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેનો અવાજ 15 કિમી દૂર સુધી સંભળાયો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ધડાકો થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
મળેલી માહિતી પ્રમાણેસ મુંબઈથી 100 કિલોમીટર દૂર બોઇસરમાં આવેલી મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ નામના વિસ્તારમાં આવેલા અંક ફાર્માના નિર્માણાધીન પ્લાન્ટમાં આ દુર્ઘટના બની છે. ફેક્ટરીમાં એમોનિયમ નાઇટ્રેટ બનાવવામાં આવે છે. ધડાકો થયા પછી આગ લાગી હતી ત્યારે ફાયરબ્રિગેડ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તારાપુર એટોમિક પાવર સ્ટેશનથી પણ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. રેસ્ક્યૂ માટે એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ધડાકો થતા જ લાગ્યુ કે ભૂકંપ આવ્યો - ઘટનાના સાક્ષી
આ ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે ધડાકાની તીવ્રતા ઘણી જ વધારે હતા. બારીના કાચના કટકાં પણ વાગ્યા હતા. ધડાકાની અવાજ થતા આસપાસના લોકોમાં ફફળાટ ફેલાયો હતો અને પોતપોતના ઘરોમાંથી લોકો બહાર આવી ગયા હતા. તેમને લાગ્યું કે કદાચ ભૂકંપ આવ્યો છે. હાલ સુરક્ષાના ભાગરૂપે ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો