મુંબઈ / ભુજ-બાંદ્રા કચ્છ એક્સ.ના 1692 ઉતારૂની 282 ઈ-ટિકિટ બ્લોક

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ટિકિટ બોગસ નામોથી પ્રતિબંધિત સોફ્ટવેરની મદદથી બુક થઈ હતી

Divyabhaskar.com

Oct 26, 2019, 09:54 AM IST

મુંબઈ:ભુજ - બાંદ્રા કચ્છ એક્સપ્રેસમાં 1 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન 7 લાખની કિમતની 1692 પેસેન્જરોની 282 ઈ-ટિકિટો અલગ અલગ તારીખે એક જ નામે બુક થઈ હોવાનું જણાતા રેલવે વિજિલન્સ વિભાગે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ હોવાની સાથે પ્રતિબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કરી અનઅધિકૃત એજન્ટો દ્વારા બુક કરવામાં આવી હોવાનું જણાતા રેલવે દ્વારા તેને બ્લોક કરવામાં આવી છે.

રિપોર્ટના આધારે રેલવે દ્વારા આ ટિકિટો બ્લોક કરવામાં આવી
રેલવે અધિકારીએ જણાવ્યું કે, ભુજ - બાંદ્રા કચ્છ એક્સપ્રેસમાં 1થી 13 નવેમ્બર દરમિયાન બુક થયેલી ઈ-ટિકિટો શંકાસ્પદ જણાતા ચીફ વિજિલન્સ ઇન્સ્પેક્ટર હિમાંશુ કાપડિયા અને તેમની ટીમ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 719100 રૂપિયાની કિંમતની 1692 પેસેન્જરોની 282 ઈ-ટિકિટો શંકાસ્પદ જણાઈ હતી. વિજિલન્સ વિભાગે આપેલા રિપોર્ટના આધારે રેલવે દ્વારા આ ટિકિટો બ્લોક કરવામાં આવી છે. આ સ્થિતિમાં કચ્છ એક્સપ્રેસના પેસેન્જરોએ પોતાની ઈ-ટિકિટનું સ્ટેટ્સ તપાસી લેવા રેલવે દ્વારા જણાવાયું છે. ટિકિટ બ્લોક જણાય તો તેમણે ઓરિજિનલ આઈડી પ્રૂફ સાથે અમદાવાદ, મુંબઈ અને ગાંધીધામ કેન્દ્રનો સંપર્ક કરવો.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી