તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:જ્યાં કોરોના ચેપ વધારે ત્યાં ટ્રમ્પને વધારે સમર્થન

અમેરિકા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જ્યાં ટ્રમ્પને સાથ મળ્યો ત્યાં પ્રતિ લાખે ચેપનો દર 38, બાઈડેનના પ્રભાવ ક્ષેત્રોમાં દર 27 રહ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડેનની સફળતાનો અંદાજ લગાવાયો કે કોરોના વાઈરસના પ્રકોપ અને નબળા અર્થતંત્રએ ડોનાલ્ડ ટ્રમ્પને નુકસાન પહોંચાડ્યું છે પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે. ટાઈમ મેગેઝિને ચૂંટણી પરિણામોના વિશ્લેષણમાં જાણ્યું કે જે વિસ્તારોમાં વાઈરસનો ચેપ વધારે રહ્યો ત્યાં ટ્રમ્પને વધારે સમર્થન પ્રાપ્ત થયું. જે ક્ષેત્રોમાં ટ્રમ્પને સાથ મળ્યો ત્યાં પ્રતિ એક લાખ લોકોએ ચેપનો દર 38 રહ્યો. બાઇડેનના પ્રભાવ ક્ષેત્રોમાં આ દર 27 હતો.

3141 કાઉન્ટીના પરિણામ આવી ગયા છે. બાઈડેન 491 કાઉન્ટીમાં આગળ છે. ટ્રમ્પને 2544 કાઉન્ટીમાં લીડ મળી છે. બાઇડેન જે ક્ષેત્રોમાં આગળ છે ત્યાંની વસતી ટ્રમ્પના પ્રભાવ ક્ષેત્રોની તુલનાએ અનેક ગણી વધારે છે. વાઈરસે સૌથી પહેલાં ગીચ વસતીવાળા શહેરી વિસ્તારો પર હુમલો કર્યો હતો. પછી તે ઉપનગરીય અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રસર્યો. આ વિસ્તારોમાં ટ્રમ્પને વધારે વોટ મળ્યાં છે. તે ઉપરાંત રિપબ્લિકન પાર્ટીના પ્રભાવ હેઠળના રાજ્યોમાં વાઈરસને રોકવા પ્રતિબંધ નથી લગાવાયા. ટ્રમ્પ સમર્થક માસ્કનો વિરોધ કરતા હતા. તેનાથી સંકેત મળે છે કે કોવિડ-19નો પ્રભાવ બાઈડેન સમર્થકોના મગજમાં વધારે રહ્યો છે.

વાઈરસની અસરનું ગણિત
બાઇડેનને લીડ

કાઉન્ટી : 491
કુલ કેસ : 52 લાખ
વસતી :18 કરોડ 30 લાખ પ્રતિ લાખની વસતી પર ચેપનો દર-27

ટ્રમ્પને લીડ
કાઉન્ટી : 2544
કુલ કેસ : 38 લાખ
વસતી 13 કરોડ 20 લાખ પ્રતિ લાખની વસતી પર ચેપનો દર-38

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો