તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Magazine
 • Time
 • Trump's Reluctance To Hand Over Power Plunges US Into Crisis And Confusion, Fears Reversal Of Mandate

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિની ચૂંટણી:સત્તા હસ્તાંતરણમાં ટ્રમ્પના અકડુ વલણથી અમેરિકા સંકટ અને ભ્રમમાં ફસાયું, જનાદેશ પલટાવવાની આશંકા

વોશિંગ્ટન5 મહિનો પહેલાલેખક: મોલી બૉલ
 • કૉપી લિંક
નવનિયુક્ત પ્રમુખ જો બાઈડેને 10 નવેમ્બરે હેલ્થકેર મુદ્દે એક સંમલેનને સંબોધિત કર્યું હતું. - Divya Bhaskar
નવનિયુક્ત પ્રમુખ જો બાઈડેને 10 નવેમ્બરે હેલ્થકેર મુદ્દે એક સંમલેનને સંબોધિત કર્યું હતું.
 • પ્રમુખ તરીકે હટ્યા પછી ટ્રમ્પથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો, મહામારી સામે લડવું પણ મુશ્કેલ
 • અનેક નિષ્ણાતો ટ્રમ્પના વર્તનને નૌટંકી માને છે, કેટલાક વિચારે છે કે આ ઈજ્જત બચાવવાનો પ્રયાસ

સામાન્ય રીતે એમિલી મર્ફીનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે! તેઓ જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનના સૌથી મોટા અધિકારી છે. 2017માં નિયુક્ત મર્ફી અત્યારે અમેરિકામાં સત્તા હસ્તાંતરણના વિવાદના કેન્દ્રમાં છે. જો બાઈડેન પ્રમુખ તરીકે પસંદ થયા તે અંગે તેમણે હજુ સુધી પત્ર જારી નથી કર્યો. આ પત્રથી જ અમેરિકન પ્રમુખપદના હસ્તાંતરણની ઔપચારિક પ્રક્રિયા શરૂ થાય છે. ટ્રમ્પના અકડુ વલણના પરિણામો ગંભીર આવી શકે છે. ત્યાં સુધી કે, રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમાઈ શકે છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. ટ્રમ્પ જનાદેશ પલટાવવાનો પ્રયાસ કરતા હોય એવી પણ આશંકા વ્યક્ત થઈ રહી છે.

7 નવેમ્બરે તમામ અગ્રણી સમાચાર માધ્યમોએ ડેમોક્રેટિક પાર્ટીના બાઈડેનને વિજેતા જાહેર કરી દીધા હતા. પરંતુ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓ ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે અનેક અરજીઓ પણ દાખલ કરી છે. જ્યાં સુધી મર્ફી પત્ર જારી નહીં કરે, ત્યાં સુધી હસ્તાંતરણ થવું અઘરું છે. ફેડરલ કાયદા પ્રમાણે, જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનનો પત્ર જારી થયા પછી નવી સરકાર અને તંત્રને અબજો રૂપિયાનું ફંડ મળે છે. ટ્રમ્પને આ બધા અધિકાર અને સુવિધા 9 નવેમ્બર 2016ના રોજ મળી હતી. એ વખતે અગ્રણી રાજ્યોમાં બહુ ઓછા અંતરથી જીત્યા હતા.

સત્તા હસ્તાંતરણમાં મોડું થવાથી અમેરિકાને પહેલેથી નુકસાન થઈ ચૂક્યું છે. 9/11 હુમલાની તપાસ કરનારા આયોગની રિપોર્ટમાં માલુમ પડ્યું હતું કે, 2000માં ફ્લોરિડામાં ફરી મતગણતરીના કારણે સત્તા સોંપવામાં મોડું થયું હતું. શક્ય છે, તેનાથી આતંકી હુમલા સામેની લડવાની તૈયારીમાં અસર પડી હોય. જોકે, નિષ્ણાતો ટ્રમ્પના આ વર્તનને નૌટંકી માને છે. તેમની કોઈ પણ કાર્યવાહીથી અત્યાર સુધી કાયદાનો ભંગ નથી થયો, પરંતુ તેમનું નાટક સાબિત કરે છે કે, ટ્રમ્પ જતા જતા શું કરી શકે છે. તેમણે સુરક્ષા મંત્રીને હટાવીને એ તમામ અધિકારીઓને રજા આપી દીધી છે, જે વફાદાર નથી. તેઓ કાર્યકાળના અંતિમ દિવસોમાં ટેક્સ ફટકારી શકે છે, સજા માફી કરી શકે છે અથવા આંતરરાષ્ટ્રીય કરારો ખતમ કરી શકે છે. તેઓ પોતાના માટે જોખમી દસ્તાવેજો પણ નષ્ટ કરી શકે છે. કાયદાના પ્રોફેસર રોજા બ્રુક્સ કહે છે કે, ટ્રમ્પ પાસે 20 જાન્યુઆરીની બપોર સુધી પ્રમુખ તરીકેના અધિકાર છે.

બાઈડેન ઐતિહાસિક પડકારો વચ્ચે પ્રમુખપદ સંભાળશે. તેમના આ નિર્ણયોથી તેમના કાર્યકાળની દિશા નક્કી કરશે. કોરોના મહામારી અત્યંત જોખમી સ્તરે પહોંચી ચૂકી છે. અમેરિકન પરિવારો અને વેપારીઓની આર્થિક મદદ ખતમ થવાના આરે છે અને જો કોંગ્રેસે 11 ડિસેમ્બર સુધી યોગ્ય પગલાં નહીં લીધા, તો સરકારી કામકાજ ઠપ થઈ જશે. પરંતુ અમેરિકાએ હજુ દસ અઠવાડિયા સુધી ટ્રમ્પની અરાજકતા સહન કરવી પડશે.

હાલ ટ્રમ્પ એવા આદેશ જારી કરી રહ્યા છે, જેના નવી સરકાર વિરોધ કરતી હતી. તેમણે સિવિલ સર્વિસમાં રાજકીય હસ્તક્ષેપનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે અલાસ્કા આર્કટિક રાષ્ટ્રીય વન્ય જીવન ક્ષેત્રમાં તેલ- ગેસ પરિમિટ આપી દીધી છે. તેઓ મોટા પાયે લોકોની સજા માફ કરી રહ્યા છે. પૂર્વ બુશ એડમિનિસ્ટ્રેશનના વકીલ જેક ગોલ્ડસ્મિથના મતે, હોદ્દા પરથી હટનારા પ્રમુખ સજામાફીના આદેશ આપે છે, પરંતુ આ અધિકારનો ટ્રમ્પ મનફાવે તેમ ઉપયોગ કરી રહ્યા છે. ટ્રમ્પે 90% એવા લોકોની સજા માફ કરી છે, જે તેમની સાથે વ્યક્તિગત કે રાજકીય રીતે જોડાયેલા છે. બીજી તરફ, ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં વ્યાપ્ત અરાજકતા સામે આંખ આડા કાન કરીને બાઈડેને કામ શરૂ કરી દીધું છે.

ટ્રમ્પ 2014ની ચૂંટણીમાં કિંગ મેકર બની શકે છે
ટ્રમ્પના સમર્થકો પણ નથી જાણતા કે, તેમની ઈચ્છા શું છે. કેટલાક લોકોને લાગે છે કે, તેઓ વાસ્તવિકતાને સમજી નથી શકતા. બીજા કેટલાક એવું વિચારે છે કે, તેઓ ઈજ્જત બચાવવા હવાતિયા મારી રહ્યા છે. ટ્રમ્પની નજીકની એક વ્યક્તિનું માનવું છે કે, તેઓ કોર્ટમાં જઈને લડવાના મૂડમાં છે. તેમના પગલા સાબિત કરે છે કે, તેઓ 2024ના ચૂંટણી અભિયાનમાં રિપબ્લિકન પાર્ટીના કિંગમેકર બની શકે છે અથવા તો મીડિયા સામ્રાજ્ય પણ ઊભું કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો