તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઇમ મેગેઝિનમાંથી:ટાઈમ-100 સૌથી પ્રભાવશાળી કંપનીઓ - જિયો અને બાયજૂસે સંકટમાં પણ નવો રસ્તો બનાવ્યો

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાંચ પસંદગીની કંપનીઓ જેમણે નવી ઓળખ મેળવી

ટાઈમ મેગેઝિને પહેલીવાર દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની પસંદગી કરી છે. તેને પ્રાસંગિકતા, પ્રભાવ, ઈનોવેશન, લીડરશિપ, મહત્ત્વકાંક્ષા અને સફળતા જેવા માપદંડોના આધારે પારખવામાં આવી છે. મનોરંજન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગમાં કંઇક નવું કરનારી કંપનીઓ સાથે કોરોના વાઈરસની વેક્સિન બનાવતી કંપનીઓને પણ યાદીમાં સ્થાન અપાયું છે. એપલ, એમેઝોન, ડિઝની, ફાઈઝર, મોડર્ના, બંબલ, નિનટેન્ડો જેવી પ્રસિદ્ધ કંપનીઓની સાથે નવી કંપનીઓને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતની બે કંપનીઓ જિયો અને બાયજૂસ તેમાં ચમકી છે. અહીં રજૂ કરીએ છીએ પાંચ પસંદગીના કંપનીઓની વિગત.

જિયો પ્લેટફોર્મ લિમિટેડ: ભારતમાં ડિજિટલ પરિવર્તનની આગેવાની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતનું સૌથી મોટું 4જી નેટવર્ક તૈયાર કર્યું છે. તેના ડેટાનો દર દુનિયામાં સૌથી ઓછો છે. તેની પાસે 41 કરોડ દસ લાખ સબસ્ક્રાઈબર છે. કંપની ફેસબુકની સાથે વોટ્સએપ પર આધારિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવી રહી છે. તેનો ગૂગલ સાથે 5જી સ્માર્ટફોન બનાવવાનો ઈરાદો છે. ગત વર્ષે જિયોએ 20 અબજ ડૉલરની મૂડી એકઠી કરી હતી.

બાયજૂસ: ઘરની સાથે નવા દેશોમાં પગ પસાર્યા, 8 કરોડ યુઝર કર્યા
મહામારી વચ્ચે ઈ-લર્નિંગ એપ બાયજૂસ ના યુઝર બમણા વધીને 8 કરોડ થઈ ગયા છે. કંપનીએ ટેનસેન્ટ અને બ્લેકરોક જેવા ઈન્વેસ્ટરના ફન્ડિંગના સહારે જોરદાર ખર્ચ કર્યો છે. બાયજૂસે બાળકોને કોડ ભણાવતા વ્હાઈટહેટ જુનિયર એપ અને સિલિકોન વેલીની શૈક્ષણિક ગેમ મેકર ઓસ્મોને ખરીદી લીધી છે. કંપનીએ અમેરિકા, બ્રિટન, મેક્સિકો અને બ્રાઝિલમાં વિસ્તરણનો ઈરાદો વ્યક્ત કર્યો છે.

વર્લ્ડ વાઈડ ટેક્નોલોજી: બિઝનેસને ક્લાઉડ પર પહોંચાડ્યો
વર્લ્ડ વાઈડ ટેક્નોલોજીએ પરદા પાછળ રહીને ઘરેથી કામ કરવાની સુવિધાને આગળ વધારી છે. સિસ્કો અને ડેલ જેવા મેન્યુફેક્ચર્સ સાથે મળીને મુખ્ય હોસ્પિટલો, અમેરિકાના સંરક્ષણ વિભાગ સહિત અનેક સંગઠનોમાં કમ્પ્યૂટર સિસ્ટમ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાથર્યું છે. ગત વર્ષે અમેરિકામાં કંપનીની આવક 12.4 ટકા વધીને 13.4 અબજ ડૉલર થઇ ચૂકી છે.

વાલગ્રીન્સ: નબળા લોકોને વેક્સિનની મદદ આપી
ગત વર્ષના અંતે અમેરિકામાં 35 હજાર હોસ્પિટલોએ વાલગ્રીન્સને કોવિડ-19ના સરળતાથી શિકાર થનારા નબળા લોકોને વેક્સિનેશનમાં મદદ કરવા માટે કહ્યું હતું. કંપનીએ આ કામને તાત્કાલિક હાથમાં લીધું. 16 એપ્રિલ સુધી એક કરોડ 16 લાખથી વધુ વેક્સિનના ડૉઝ આપી દીધા. માર્ચમાં વાલગ્રીન્સે રોજાલિન્ડ બ્રુઅરને કંપનીના વડા બનાવ્યા છે. તે ફોર્ચ્યૂન 500 કંપનીઓમાં એકમાત્ર અશ્વેત મહિલા બોસ છે.

ફાઈઝર-બાયોએનટેક: વાઈરસ વિરુદ્ધ સુરક્ષા કવચ
અમેરિકા સ્થિત વિરાટ ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેકે એક વર્ષથી ઓછા સમયમાં કોવિડ-19ની વેક્સિન બનાવવી કમાલ કરી દીધી છે. બંને કંપનીઓ જેનેટિક સામગ્રી-એમઆરએનએના આધારે ફ્લૂની વેક્સિન બનાવવા માટે પહેલાથી સાથે કામ કરી રહી હતી. બંને કંપનીઓની વેક્સિન કોરોના વાઈરસથી લોકોને 95 ટકા સુરક્ષા આપે છે. તે 2021માં વેક્સિનના અઢી અબજ ડૉઝ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો