તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતચીત:કવિતા અને ભાષા પરિવર્તનના આંદોલનના ધબકારા હોય છે - એમેન્ડા ગોર્મન

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવા કવયિત્રી એમેન્ડા ગોર્મન જો બાઇડેનના શપથવિધિ સમારોહમાં સૌથી વધુ ચર્ચામાં રહી. મિશેલ ઓબામાએ તેની સાથે કળા અંગે વાત કરી

20 જાન્યુ.એ અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડેનના શપથવિધિ સમારોહમાં એનેન્ડા ગોર્મને ‘ધ હિલ વી ક્લાઇમ્બ’ કવિતા વાંચીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. 22 વર્ષની એમેન્ડા 2017માં પ્રથમ રાષ્ટ્રીય યુવા કવિ લૉરેટ પુરસ્કાર જીતી ચૂકી છે અને 2016માં નેશનલ સ્ટુડન્ટ પોએટ્સ પ્રોગ્રામના કાર્યક્રમ અને પછી 2018ની બ્લેક ગર્લ્સ રૉક ઇવેન્ટ માટે વ્હાઇટ હાઉસ જઇ ચૂકી છે. આ ઇન્ટરવ્યૂમાં મિશેલ ઓબામાએ એમેન્ડા સાથે આંદોલનોમાં કળાની ભૂમિકા અને અશ્વેત મહિલાઓ પર પડતા દબાણ સહિતના મહત્ત્વના મુદ્દા અંગે વાત કરી.

Q. બ્લેક આર્ટને કયા કારણથી પુનર્જાગરણ કહો છો, તમે પોતાને ક્યાં જુઓ છો?
એમેન્ડા- આ અશ્વેત જીવન માટે પણ મહત્ત્વનો સમય છે. તેથી આપણે અશ્વેતો કળાના મહત્ત્વના સમયમાં પણ છીએ. પછી વાત પ્રથમ આફ્રિકી-અમેરિકી રાષ્ટ્રપતિના રાજકીય દૌરની હોય કે બ્લેક લાઇવ્સ અમેરિકામાં સૌથી મોટું સામાજિક આંદોલન બન્યાની વાત હોય. મારા માટે રોમાંચક વાત એ છે કે મને આફ્રિકન તથા અમેરિકી કલાકારોને જોવાની અને તેમની રચના જીવવાની તક મળી રહી છે પરંતુ મારે પણ આ કળા રચવામાં અને આ ઐતિહાસિક રેકોર્ડમાં ભાગીદાર બનવું છે. આપણે આને ફેશનમાં, વિઝ્યુઅલ આર્ટમાં, નૃત્યમાં, સંગીતક્ષેત્રે જોઇ રહ્યા છીએ. માનવ જીવનના તમામ રચનાત્મક રૂપોમાં આપણે અશ્વેત અનુભવની કળાત્મકતા જોઇ રહ્યા છીએ. હું આનાથી વધુ રોમાંચક બીજી કોઇ વાતની કલ્પના પણ નથી કરી શકતી.

Q. તમારા આત્મવિશ્વાસે અમેરિકી નેતૃત્ત્વમાં આશાના નવા અધ્યાય ખોલ્યા છે. તમે આ પળ માટે પોતાને કેવી રીતે તૈયાર કર્યા?
એમેન્ડા- મેં પહેલીવાર ‘ધ હિલ વી ક્લાઇમ્બ’ કવિતા લખી હતી ત્યારે વિચાર્યું હતું કે શપથવિધિ સમારોહ પહેલાં અઠવાડિયા સુધી હું રોજ તેનું રિહર્સલ કરીશ પણ બધું એટલું ઝડપથી બની ગયું કે હું આયોજનના એક દિવસ પહેલાં જ તે જોઇ શકી. મારી મોટાભાગની તૈયારી કવિતાનું ભાવનાત્મક પાસું સામે લાવવા અને મારા શરીર અને મગજને તે ક્ષણ માટે તૈયાર કરવા પૂરતી રહી.

Q. તમે બહુ પહેલાંથી પરિવર્તન માટે અવાજ ઊઠાવતા રહ્યા છો. શું તમને લાગે છે કે કળા મોટા સામાજિક આંદોલનોમાં ફિટ બેસે છે?
એમેન્ડા- બિલકુલ. મોટાભાગે કવિતા અને ભાષા પરિવર્તનના આંદોલનના ધબકારા હોય છે. તમે માર્ટિન લ્યૂથર કિંગના ‘આઇ હેવ અ ડ્રીમ’ ભાષણનું વિશ્લેષણ કરશો તો જણાશે કે તે ભાષણકળાનો એક ઉમદા દસ્તાવેજ છે પણ સાથે જ કવિતા, કલ્પના અને ગીતોનો પણ મહાન દસ્તાવેજ છે. લોકોની ભાષાના રૂપમાં કળાની તાકાતને ક્યારેય ઓછી ન આંકવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો