તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિશા:ડબલ્યુટીઓ વિશ્વ બદલી શકે છે, પણ તેમાં સુધારા જરૂરી ઃ ઈવેલા

ન્યુયોર્ક22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોજી ઓકોન્જો ઈવેલા ડબલ્યુટીઓની પ્રથમ મહિલા-પ્રથમ આફ્રિકન ડીજી બનવા જઈ રહી છે

66 વર્ષીય ગોજી ઓકોન્જો ઈવેલા આગામી સપ્તાહે વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ)નું સુકાન સંભાળશે. ડબલ્યુટીઓની ડાયરેક્ટર જનરલ બનનારી તે પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન હશે. ટાઈમ મેગેઝિન સાથે વાત કરતાં તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યાપાર કોવિડને ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે, જળવાયુ પરિવર્તન સાથે, સહયોગની પ્રણાલિમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકે છે.

ડબલ્યુટીઓને યોગ્ય એજન્ડા પર કામ કરવા અને જગ્યા બનાવવા માટે કામ કરવાની ઘણી જરૂર છે. આ મહત્ત્વની સંસ્થાને ફરી ટ્રેક પર લાવવાની એક રીત છે કે સંસ્થાની પુનઃરચના કરવી. વિશ્વને ડબલ્યુટીઓની જરૂર છે. આ માટે ગંભીર સુધારા જરૂરી છે. ઈવેલા 1954માં બ્રિટનના ભાગ રહેલા નાઈજિરિયામાં જન્મી હતી. પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા પછી તે અમેરિકા પહોંચી. હાર્વર્ડમાંથી અંડરગ્રેજ્યુએટ થઈ. ત્યારપછી એમઆઈટીમાંથી પીએચડી કરી. વિશ્વ બેન્કમાં અર્થશાસ્ત્રી તરીકે કામ કરતાં સમયે ગ્લોબલ સાઉથમાં અર્થતંત્રના પડકારો વિશે કામ કર્યું.

2003માં નાઈજિરિયાની નાણાંમંત્રી બની. 2011માં ફરી એ ભૂમિકામાં આવી. નાઈજિરિયામાં ઈવેલાની છબી ભ્રષ્ટાચાર સામે લડવા માટેની રહી છે. તેણે 18 અબજ ડોલરનું દેવું માફ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય મંચો પર જળવાયુ પરિવર્તન, જન આરોગ્ય અને વૈશ્વિક વિકાસ જેવા મુદ્દે ખુલીને બોલે છે. અમેરિકાની સાથે સાથે નાઈજિરિયામાં અનુભવને કારણે તે પોતાને બંને પ્રકારના સત્યથી જાણીતી હોવાનું માને છે. ઈવેલા તેના સમર્થનમાં કહે છે કે અત્યારે ડબલ્યુટીઓ ચીન-અમેરિકા વચ્ચે વિશ્વાસનો અભાવ તથા અમેરિકા-યુરોપ, યુરોપ-ચીન જેવા વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે વિશ્વાસના અભાવના પડકારો સામે ઝઝૂમી રહ્યું છે.

ઈવેલા બધા વચ્ચે સેતુ બનવાનું કામ કરી શકે છે. ડબલ્યુટીઓના અગાઉના ડીજીની વિદાય ઓગસ્ટમાં થઈ ગઈ હતી. ઈવેલા ઓક્ટોબરમાં 160થી વધુ સભ્યો ધરાવતી સંસ્થામાં એક લોકપ્રિય ઉમેદવાર તરીકે સામે આવી. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રએ ઈવેલાની ઉમેદવારી રોકી હતી. ટ્રમ્પે ડબલ્યુટીઓની અપીલ કરનારા એકમમાં નિમણૂક પર પ્રતિબંધ મૂક્યો હતો જેનાથી વ્યાપાર વિવાદનો ઉકેલ આવતો નહોતો. ટ્રમ્પે લાદેલી ટેરિફ પર કોઈ સુનાવણી થતી નહોતી. ઈવેલાના જણાવ્યા મુજબ સુધારાનો મતલબ એવા પડકારો તરફ જોવું જે વિશે 1947માં વિચારવું પણ મુશ્કેલ હતું. એ સમયે દેશોએ ટેરિફ અને ટ્રેડના જનરલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો