તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઈમ:વેક્સિન લોકોને બહુ ગંભીર રીતે બીમાર નહીં પડવા દે એ જરૂરી નથી... તેનાથી સંક્રમણ અટકી જાય

વોશિંગ્ટન4 મહિનો પહેલાલેખક: એલિસ પાર્ક
 • કૉપી લિંક
 • વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસમાં સંભવિત પરિવર્તનને ધ્યાનમાં રાખીને કેટલાક પગલાં લેવા પડશે

નવેમ્બરમાં મોડર્ના અને ફાઈઝર/બાયોએન્ટેક કંપનીઓની કોવિડ-19 વેક્સિનના 95% સફળ થવાના સમાચાર પછી મહામારી સમાપ્ત થવાની આશાઓ વધી છે. વિજ્ઞાનીઓને વેક્સિના વધુ અસરકારક થવા બાબતે આશ્ચર્ય છે. લોકો ખુશ છે કે સામાન્ય જીવન શરૂ થઈ શકશે. જોકે, આરોગ્ય વિશેષજ્ઞોએ ચેતવણી ઉચ્ચારી છે કે, વેક્સીનથી એ પ્રકારની રાહત નહીં મળે, જેવી લોકો આશા રાખી રહ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ વેક્સીન કોઈ વ્યક્તિમાં સંક્રમણ ફેલાતું રોકવાને બદલે લોકોને ખતરનાક અને ગંભીર રીતે બીમાર થતાં રોકશે.

વેક્સિનના અસરકારક હોવાના હોબાળામાં આ મુદ્દો દબાઈ ગયો છે. મોડર્ના અને ફાઈઝર/બાયોએન્ટેકે પોતાની વેક્સીનના 94.1% અને 95% સફળ થવાના સમાચાર આપ્યા છે. જોકે, હજુ સુધી વેક્સિનથી વાઈરસનું સંક્રમણ રોકાવાની ક્ષમતાનો ઉલ્લેખ થયો નથી. તેના વાઈરસથી થતી બીમારીથી બચાવમાં અસરકારક હોવાની વાત કરાઈ છે. બંને વેક્સિનની ટ્રાયલમાં વોલેન્ટિયર્સને વેક્સિન કે પ્લેસબો (જે અસલી દવા હોતી નથી. દવાનો મનોવૈજ્ઞાનિક અહેસાસ કરાવે છે) અપાઈ હતી. પછી તેમને તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ કે શરીરમાં દુ:ખાવો જેવા કોવિડ-19નાં લક્ષણો જણાવવા કહેવાયું. પોઝિટિવ લોકોને વાઈરસથી સંક્રમિત મનાયા. ત્યાર પછી રિસર્ચરોએ સરખામણી કરી કે પોઝિટિવ લોકોમાંથી કેટલા લોકોને વેક્સિન લગાવાઈ અને કેટલા લોકો પ્લેસબો પર હતા. તેમણે જોયું કે, જે લોકોને વેક્સિન લગાવાઈ તેમના અંદર બીમારીનાં લક્ષણ ઓછા હતા અને તેઓ પ્લેસબો પર રખાયેલા લોકો જેટલા બીમાર ન હતા.

આ સ્ટડિ પોઝિટિવ આવેલા વોલેન્ટિયર્સ પર હતો, આથી વેક્સિથી કોઈને સંપૂર્ણ ઈમ્યુનિટી મળે છે કે નહીં તેવું હાલ જણાવી શકાતું નથી. એ જરૂર સ્પષ્ટ છે કે, વેક્સિન સંક્રમિત થયા પછી તમને બીમાર પડતાં રોકશે. આ મહત્ત્વનું છે, કેમ કે ગંભીર કોવિડ-19 દર્દીને ઈન્ટેન્સિવ કેરમાં રાખવો પડે છે. વાઈરસથી ઓછા સંક્રમિત લોકોનો ઘરે ઈલાજ થઈ શકે છે. તેનાથી આરોગ્ય સેવાઓ પર વધુ બોજો નહીં પડે. મહામારીના નિયંત્રણમાં લાગેલા હેલ્થ વર્કર પણ બચેલા રહેશે.

બંને કંપનીઓએ વેક્સિનના ડોઝ બનાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આવતા વર્ષની એપ્રિલ સુધી મોટાભાગનાં અમેરિકનોને વેક્સિન લગાવી શકાશે નહીં. એટલે, આવતા વર્ષ સુધી મહામારી પર સંપૂર્ણ નિયંત્રણનું લક્ષ્ય મુશ્કેલ હશે. યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજીનાં પ્રોપેસર ઈમેન્યુઅલ ગોલ્ડમેન કહે છે કે, વસતીના મોટા વર્ગને વેક્સિન લગાવવી અને સંક્રમણ ઘટવા સુધી આપણે માસ્ક વગર રાહતનો શ્વાસ લઈ શકીશું નહીં. આ ઉપરાંત રિસર્ચર્સે વાઈરસમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન પ્રત્યે પણ જાગૃત રહેવું પડશે. કરોડો લોકોને વેક્સિન લાગ્યા પછી જ વિશેષજ્ઞ સમજી શકશે કે વાઈરસ કેવી રીતે નાબૂદ થશે.

માસ્ક જેવા ઉપાય ચાલુ રહેશે
વેક્સિનના કારણે સંક્રમિત થવા બાબતે સુરક્ષા મળી જશે એ જરૂરી નથી. એટલે આપણે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને બંધ સ્થળોએ એક્ઠા તવા જેવા બચાવના ઉપાય બંધ કરી શકીએ નહીં. રિસર્ચર હજુ પણ અભ્યાસ કરી રહ્યા છે કે, શું વેક્સિન લગાવવા અને કોઈ પણ પ્રકારના લક્ષણ ન હોય તેવા લોકો બીજામાં બીમારી ફેલાવી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, સંપૂર્ણ માહિતી મળે ત્યાં સુધી આપણે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે જરૂરી ઉપાય કરતા રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો