તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Crisis Intensified In India Due To The Belief In Victory Over Corona, The Problem Was Exacerbated By The Influence Of The Youth

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઇમ મેગેઝિનમાંથી:કોરોના પર વિજયની માન્યતાને લીધે ભારતમાં સંકટ વધ્યું, યુવાનો પ્રભાવિત થવાથી સમસ્યા વધુ ઘેરી બની

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: નૈના બજેકલ
 • કૉપી લિંક
કોરોનાથી મૃત્યુ પામતા લોકોનાં પરિજનનાં આવાં દૃશ્યો ભારતમાં હવે સામાન્ય બની ગયાં છે. - Divya Bhaskar
કોરોનાથી મૃત્યુ પામતા લોકોનાં પરિજનનાં આવાં દૃશ્યો ભારતમાં હવે સામાન્ય બની ગયાં છે.
 • કોવિડ-19: મહામારી-નિષ્ણાતોએ કહ્યું, સરકારે ચેતવણી મળ્યા પછી પણ જરૂરી પગલાં ન લીધાં

દિલ્હીમાં 26 એપ્રિલની સાંજ પડી રહી હતી. એક ઉપનગરમાં નાનકડા સ્મશાનગૃહમાં સાત ચિતાઓ સળગી રહી હતી. સ્થાનિક નિવાસી ગૌરવ સિંહ કહે છે, હું અહીં વર્ષોથી રહું છું, પરંતુ આટલા મૃતદેહ એકસાથે સળગતા ક્યારેય જોયા ન હતા. દેશમાં સામૂહિક મૃત્યુનાં દૃશ્ય સામાન્ય બની ગયાં છે. અનેક વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારની નિશ્ચિંતતા અને બીમારી પર વિજય મેળવી લેવાની માન્યતાએ સંકટ વધાર્યું છે. સંકટનો સામનો કરવામાં પણ રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

થોડા મહિના પહેલાં આવા વિનાશની કલ્પના પણ મુશ્કેલ હતી. સ્કૂલોમાં બાળકોનું આગમન, નેતાઓના ચૂંટણી અભિયાન અને લોકો લગ્નોમાં નાચી રહ્યા હતા. રિઝર્વ બેન્કે કહ્યું હતું કે આપણા મુશ્કેલ દિવસો ટૂંક સમયમાં જ સમાપ્ત થશે. જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભાષણમાં કહ્યું હતું, સકારાત્મક વિચારોનું પરિણામ સકારાત્મક હોય છે. ફેબ્રુઆરીમાં મોદીની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ એક પ્રસ્તાવ પસાર કરીને કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારતને વિજય અપાવવા માટે વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી હતી.

જોકે, 21 એપ્રિલથી ભારતમાં એક સપ્તાહ સુધી દરરોજ ત્રણ લાખથી વધુ કેસોએ વૈશ્વિક રેકોર્ડ નોંધાવ્યો છે. કોરોનાથી દેશમાં બે લાખથી વધુનાં મોત થઈ ગયાં છે. ભારતે સપ્ટેમ્બર, 2020માં એક દિવસમાં 93 હજારની ટોચ જોઈ હતી. સંક્રમણ ઘટતાં એવી માન્યતા પેદા થઈ કે ભારતે પોતાની યુવાન વસતીને કારણે સામૂહિક ઈમ્યુનિટી ચૂપચાપ મેળવી લીધી હશે. આ આશાવાદ ખોટો સાબિત થયો છે - હવે મોટી સંખ્યામાં યુવાનો પ્રભાવિત થઈ રહ્યા છે અને સંક્રમણ બિહાર, ઉત્તર પ્રદેશ જેવાં ગરીબ રાજ્યોમાં પગ ફેલાવી રહ્યું છે.

વિશેષજ્ઞોએ માર્ચથી જ સ્થિતિ ગંભીર હોવાની ચેતવણી આપી હતી: વિશેષજ્ઞો કહે છે કે જો સરકારે વહેલાં પગલાં લીધાં હોત તો તમામ નબળાઈઓ છતાં વર્તમાન સંકટ ટાળી શકાય એમ હતું. સેનફોર્ડ બર્નહમ પ્રેબિસ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ, કેલિફોર્નિયામાં ચેપી બીમારીઓના વિશેષજ્ઞ સુમિત ચંદા કહે છે, વર્તમાન સંકટ વાઈરસની સાથે બીજાં કારણોને લીધે પણ છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકોએ માસ્ક પહેરવાનું છોડી દીધું હતું. ભ્રમર મુખર્જી કહે છે વાઈરસે જ્યારે ફેલાવાનું શરૂ કર્યું તો આવા લોકો નિરાશ થઈ ગયા હતા. સુમિત ચંદા કહે છે, સરકાર દ્વારા મિશન પૂરું થઈ ગયું હોવાની માનસિકતાને પ્રોત્સાહનને કારણે લોકો નિશ્ચિંત બની ગયા હતા. (સાથે નીલંજના ભૌમિક/નવી દિલ્હી, એલિસ પાર્ક/ ન્યૂયોર્ક અને બિલી પેરિગો/લંડન)

ભારતમાં યોજાયેલો કુંભ મેળો સૌથી મોટો સુપરસ્પ્રેડર સાબિત થશે
બ્રાઉન યુનિવર્સિટીમાં પબ્લિક હેલ્થ સ્કૂલના ડીન ડો. આશિષ ઝાએ ભવિષ્યવાણી કરી હતી કે કુંભ માનવ ઈતિહાસનો સૌથી મોટો સુપરસ્પ્રેડર સાબિત થશે. ભારતીય નેતાઓએ બીજા દેશોમાં ફેલાઈ રહેલા વાઈરસના નવા સ્વરૂપો અને આંકડાઓની ચેતવણીને નજરઅંદાજ કરી. ઝાએ કહ્યું કે, માર્ચની શરૂઆતમાં જ સ્થિતિ સ્પષ્ટ થવા લાગી હતી. અમે ચેતવણીની લાલ લાઈટ બતાવી હતી, તેમ છતાં સરકાર એવી રીતે કામ કરી રહી હતી, જાણે કોઈ ગંભીર વાત નથી.

ભારતમાં ત્રીજી લહેર રોકવા માટે વેક્સિનેશન અત્યંત જરૂરી
મોદી મહામારીનો સામનો કરવામાં નિષ્ફળતાને સ્વીકારવા ઈચ્છુક નથી, પરંતુ વિદેશોની મદદ પછી તેમનું વલણ ઠંડુ પડ્યું છે. ત્રીજી લહેર રોકવા વેક્સિનેશન જરૂરી છે. સીરમે મે મહિના સુધી બીજા દેશોને 10 કરોડ વેક્સિન સપ્લાય કરવાની છે. અત્યાર સુધી માત્ર બે કરોડ ડોઝ જ આપ્યા છે. એપ્રિલમાં જ્યારે સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે સરકારે ટ્વિટર અને ફેસબુકને સરકારની ટીકા કરતી પોસ્ટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો